May 5, 2024

RCBએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર WPL ટાઈટલ જીત્યું

નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને હરાવીને વુમન્સ પ્રીમિયર લીગ 2024નું જીત પોતાના નામે કરી છે. આ મેચનું આયોજન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે RCBએ દિલ્હીને 8 વિકેટે હરાવીને વુમન્સ પ્રીમિયર લીગ 2024ની ટ્રોફી પોતાના નામે કરી છે.

પહેલી વખત જીત
વુમન્સ પ્રીમિયર લીગમાં RCBની પહેલી વખત જીત થઈ છે. ખાસ વાત દિલ્હીને બીજી વખત ફાઇનલમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગયા વખતે પણ દિલ્હીને ફાઇનલમાં હાર થઈ હતી. તમને જણાવી દઈએ વુમન્સ પ્રીમિયર લીગ 2024માં બંને ટીમ શરૂઆતથી જ સારૂ રમી રહી હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત સારી રહી હતી. મંધાના 39 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી તો એલિસ પેરીએ અણનમ 35 રન બનાવ્યા હતા. આ પહેલા બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સ 18.3 ઓવરમાં 113 રનમાં આઉટ થઈ ગઈ હતી. શેફાલી વર્માએ સૌથી વધુ 44 રન તો કેપ્ટન મેગ લેનિંગે 23 રન બનાવ્યા હતા. સોફી મોલીએક્સે એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી.

વધારે પ્રોત્સાહન
RCB મેન્સ ટીમ છેલ્લા 16 વર્ષથી IPLમાં મેચ રમી રહી છે. હાલમાં ફાફ ડુ પ્લેસિસ ટીમના વર્તમાન કેપ્ટન છે. IPL2024 હવે થોડા જ દિવસમાં છે. ત્યારે તમામ ખેલાડીઓ તૈયાર થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે IPL2024 પહેલા વિરાટ કોહલી પણ ભારતમાં આવી ગયો છે અને થોડા જ દિવસોમાં તે પણ ટીમમાં જોડાઈ જશે. અહિંયા એ વાત કહેવી જરૂરી છે કે અત્યાર સુધીમાં ક્યારે પણ RCBએ IPLની ટ્રોફી પોતાના નામે કરી નથી. RCB કુલ ત્રણ વખત IPL ફાઈનલ માટે ક્વોલિફાય થયું છે પરંતુ અફસોસ દર વખતે તેને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ કારણથી કે આરસીબી મહિલા ટીમની આ જીતને વધારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.