December 21, 2024

Women’s Day 2024: નિર્મલા નિકેતન સ્કૂલ દ્વારા માતાની ભૂમિકાની ઉજવણી કરાઇ

Women’s Day Special: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) એ મહિલાઓની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરતો વૈશ્વિક દિવસ છે. આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રીઓ વિના દુનિયા ચાલી શકે નહીં. તેમના પ્રયાસોની પ્રશંસા કરવાનો આ દિવસ છે.

(મધ્યથી જમણી બાજુ) બીજલ બેન, કિરણ બેન ચાવડા પ્રમુખ લેડીઝ ગ્રુપ એલિબ્રિજ, ધ્વની મંગલ નિર્મલા નિકેતન સ્કૂલ પાલડીના ટ્રસ્ટી અને કવિતા લંગા

આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સંચાલિત નિર્મલા નિકેતન સ્કૂલ પાલડીમાં 7મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંદર્ભે મહિલાઓની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકામાંની એક માતાની ભૂમિકાની ઉજવણી કરી હતી, જેમાં વાલીપણાની ટીપ્સની ચર્ચા કરવામાં આવી. આ ફંકશનનું ઉદ્ઘાટન એક્સ મેયર બીજલ બેન પટેલ, કિરણ બેન ચાવડા પ્રમુખ લેડીઝ ગ્રુપ એલીબ્રિજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ફંકશન આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા યોજાયું હતું, જે એક વંચિત શાળા અને ગુજરાતી માધ્યમની શાળા છે. માતા-પિતાના આ ક્ષેત્રમાં વાલીપણા માટેની ટીપ્સ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેથી ત્યાંનાં ટ્રસ્ટી ધ્વનિ મંગલે કહ્યું કે ‘એક ટ્રસ્ટી તરીકે મારો પહેલો હેતુ વંચિત શાળાઓને તથા ત્યાંનાં બાળકોને વધુ સારી સુવિધાઓ આપવાનો છે જે વિદ્યાર્થીઓનો હક છે, આ પાછળ મુખ્ય વ્યક્તિ કમલ મંગલ છે. જે મારા સસરા છે.’

મહિલાઓને તેમના કાર્ય માટે વિશેષ પ્રશંસા આપવા માટે, દર વર્ષે 8મી માર્ચે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું આયોજન કરવામાં આવે છે જેથી સમગ્ર વિશ્વ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરી શકે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરેક જગ્યાએ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે અને મહિલાઓનું અલગ અલગ રીતે સન્માન કરવામાં આવે છે.