December 29, 2024

મસ્કરાનો વધુ ઉપયોગ કરનાર મહિલાઓ જરૂર વાંચો

અમદાવાદ: આઈ મેકઅપ વગર આખો લૂક અધુરો લાગે છે. હાલ માર્કેટમાં અલગ અલગ પ્રકારના આઈ મેકઅપનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. મસ્કરા તમારા મેકઅપ લૂકમાં વધારે ગ્રેસ આપે છે. આ સાથે આંખની સુંદરતામાં વધારો પણ કરે છે.મસ્કરાના કારણે આંખોના પાંપણો ઘાટ્ટા લાગે છે. એક એવું મેકઅપ પ્રોડક્ટ છે જે દરેક મહિલાઓ પાસે હોય છે, પરંતુ વારંવાર મસ્કરાનો ઉપયોગ કરવાથી તમારી પાંપણોને નુકસાન થઈ શકે છે. આ સાથે આંખને પણ ખરાબ અસર થાય છે.

આંખની બળતરા
ઘણી વખત જરૂર કરતાં વધુ મસ્કરા લગાવવામાં આવે છે, જે આંખોમાં જાય છે. આ કારણે આંખોમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. તેનાથી તમારી આંખોમાં લાલાશ અથવા ખંજવાળ પણ આવી શકે છે. તેથી વધુ પડતા મસ્કરા ન લગાવો.

સૂકી આંખ
ક્યારેક મસ્કરા ડ્રાય આઇ સિન્ડ્રોમનું કારણ બની શકે છે. કારણ કે મસ્કરામાં હાજર તત્વો મેઇબોમિયન ગ્રંથિઓને બ્લોક કરીને સૂકી આંખોની સમસ્યાને વધારી શકે છે. આ સ્થિતિમાં, મસ્કરાનો ઉપયોગ બંધ કરો અને આંખના નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સની ટીમના હર્ષલ પટેલ ફરી પર્પલ કેપની રેસમાં!

એલર્જી
દરેકને મસ્કરાથી એલર્જી નથી હોતી. પરંતુ મસ્કરા લગાવ્યા પછી ઘણા લોકો એલર્જીની ફરિયાદ કરી શકે છે. એલર્જીને કારણે આંખોની આસપાસ લાલાશ, સોજો અથવા ફોલ્લીઓ થઈ શકે છે. મસ્કરામાં ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે એલર્જીનું કારણ બને છે.

પાંપણો તૂટવા
મસ્કરા લગાવવાથી પાંપણને સૌથી વધુ નુકસાન થાય છે. જ્યારે પાંપણમાંથી મસ્કરા દૂર કરવામાં આવે છે, ત્યારે તેને દૂર કરવા માટે બળ લાગુ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, પાંપણ તૂટવાનું જોખમ રહેલું છે. તેથી, એક જગ્યાએ ઘણી વખત મસ્કરા ન લગાવો. જેના કારણે પાંપણ તૂટવાનો પણ ભય રહે છે.

(ડિસ્ક્લેમરઃ ઉપરોક્ત જણાવેલા તમામ ઉપાયની ન્યૂઝ કેપિટલ પુષ્ટિ કરતું નથી. ઉપાય કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.)