December 24, 2024

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શું ટ્રમ્પને હરાવી શકશે કમલા હેરિસ? જાણો એક્સપર્ટસનો પોલ

US Election 2024: અમેરિકામાં 5 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીઓ થશે. પરંતુ અહીનું રાજકારણ અત્યારથી જ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. જો બાઈડેનને હટાવવા માટે તેમની જ ડેમોક્રેટિક પાર્ટીમાં અવાજ ઉઠવા લાગ્યો છે. જો બાઈડેનની જગ્યાએ કમલા હેરિસનું નામ ઘણું આગળ ચાલી રહ્યું છે. રાજકીય નિષ્ણાતોના મતે કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકે છે. કમલા હેરિસ હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. તેમનું નામ રાષ્ટ્રપતિ પદની રેસમાં છે. ટ્રમ્પ અને બાઈડેન વચ્ચેની ડિબેટ બાદ આ ચર્ચા વધુ ઉગ્ર બની હતી.

જો કે, કમલા હેરિસ હજુ પણ બાઈડેનના પક્ષમાં બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે બાઈડેનના રેકોર્ડને 90 મિનિટની ચર્ચાના આધારે નક્કી ન કરવો જોઈએ. આ સાથે જ જો બાઈડેને પણ કહ્યું છે કે તેઓ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે.

બાઈડેન પોતે લાયક બને અથવા કમલા હેરિસને આગળ કરે
એક રિપોર્ટ મુજબ, રવિવારે કેલિફોર્નિયાના કોંગ્રેસમેન એડમ સ્કિફે જણાવ્યું હતું કે કાં તો બાઈડેન ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવવા માટે સક્ષમ બની જાય અથવા તેમણે આ જવાબદારી એવી વ્યક્તિને આપવી જોઈએ જે પ્રચંડ જીત મેળવી શકે. તેમણે કહ્યું કે કમલા હેરિસ ટ્રમ્પ સામે ચૂંટણી જીતી શકે છે. જો કે કેટલાક ડેમોક્રેટ્સે તેમનો વિરોધ પણ કર્યો છે. તેમની દૃષ્ટિએ કમલા હેરિસ એક એવા ડેમોક્રેટ છે જેમનો વ્હાઇટ હાઉસમાં રેકોર્ડ બહુ સારો નથી રહ્યો અને જેમનું એપ્રુવલ રેટિંગ ઓછું છે, પરંતુ એડમ સ્કિફ અને સાઉથ કેરોલિનાના કોંગ્રેસમેન જિમ ક્લિબર્ન જેવા વરિષ્ઠ ડેમોક્રેટ બાઈડેનના સમર્થકોની આ દલીલ સામે કમલા હેરિસને ઉત્તરાધિકારી તરીકે આગળ વધારવા માંગે ઇચ્છે છે.

ટ્રમ્પને સરળતાથી હરાવી શકે છે કમલ હેરિસ
ડેમોક્રેટ તે ચૂંટણી સર્વેનો હવાલો આપી રહ્યા છે, જેમાં સંકેતો મળ્યા છે કે કમલા હેરિસ બાઈડેનની સરખામણીમાં ટ્રમ્પની સામે વધારે સારું પ્રદર્શન કરી શકે છે. તેમનું માનવું છે કે કમલા હેરિસની એક રાષ્ટ્રીય છબી છે, તેઓ શ્રેષ્ઠ ચૂંટણી પ્રચાર કરવામાં પણ સક્ષમ છે. આમ થાય છે તો આ કમલાના રાજકીય કેરિયર માટે મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. કમલા હેરિસ માટે કામ કરી ચૂકેલ જમાલ સિમન્સનું કહેવું છે કે તેમને લાંબા સમયથી ઓછા આંકવામાં આવી રહ્યા છે. સિમન્સે જણાવ્યું કે કમલા હેરિસ બાઈડેનના સહયોગી હોય કે પછી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, હવે રિપબ્લિકન પાર્ટીએ તેમણે ગંભીરતાથી લેવા પડશે. ટ્રમ્પ-બાઈડેનની ડિબેટ બાદથી કમલા હેરિસે તેના તમામ શેડ્યૂલ કેન્સલ કરીને રાષ્ટ્રપતિ બાઈડેન સાથે દરેક સ્થળોએ જોવા મળી રહ્યા છે.