July 18, 2024

LDની હોસ્ટેલમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો, પરિવાજનોનો લાશ સ્વીકારવાનો ઇનકાર

મિહિર સોની, અમદાવાદઃ એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ગળે અને હાથ પર બ્લડે મારી આપઘાત કર્યો હતો. પરંતુ પરિવારે આપધાત નહીં પણ હત્યા હોવાનો આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે વિદ્યાર્થીના આપધાત મામલે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારે હોસ્ટેલની બહાર ધરણાં કરીને હોસ્ટેલ મેનેજમેન્ટ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી એલડી એન્જિનિયરિંગ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ કોલેજના હોસ્ટેલમાં કેમિકલ એન્જિનિયરિંગ સેમ-4માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉર્વિન ચૂહિયાએ આપધાત કર્યો છે. પરંતુ ઉર્વીશના પરિવારે હોસ્ટેલ મેનેજમેન્ટ પર આક્ષેપ કરીને હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારનો આક્ષેપ હતો કે, ઉર્વિંન ડી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર 405 નંબરમાં રહેતો હતો. પરંતુ તેનો મૃતદેહ ત્રીજા માળે 435 નંબરનાં ખડેર રૂમમાંથી મળી આવ્યો છે. ઉર્વિને હાથના ડાબા હાથની નશો કાપી હતી અને બાદમાં જમણા હાથે બ્લડે મારી, ગળાનાં ભાગે બ્લેડથી ગળું કાપીને આપધાત કરી લીધો હતો. પરંતુ પરિવારના આક્ષેપને લઈને પોલીસે પેનલ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ પાલડીમાં પુત્રએ માતાની હત્યા કર્યા બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઉર્વિંન 1 જુલાઈના રોજ કોપી કેસમાં મોબાઈલ સાથે પકડાયો હતો. ત્યારબાદ કોલેજ દ્વારા તેના વિરુદ્ધ કાર્યવાહી કરતા ડિપ્રેશનમાં રહેતો હતો. પોલીસે તેના મિત્રો નિવેદનમાં ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું હતું. આ કોપી કેસના કારણે ઉર્વિન પરીક્ષામાં બેસી શક્યો નહીં. તેના કારણે તે સતત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. જેથી તેના પરિવારે એક મિત્રને તેની સાથે રહેવા અને ધ્યાન રાખવા માટે કહ્યું હતું.

એટલું જ નહીં, મિત્ર સતત તેની સાથે રહેતો હોવાથી ઉર્વિંન એ બંધ પડેલા 435 નંબર ના રૂમ માં આપધાત કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે..ઉર્વિંન છેલ્લા 2 વર્ષથી આ હોસ્ટેલમાં રહેતો હતો અને ઉજ્જવલ ભવિષ્યના સપના દેખીને કચ્છથી અમદાવાદ અભ્યાસ માટે આવ્યો હતો. પરંતુ તેની એક ભૂલે તેને ડિપ્રેશન ધકેલી દીધો હતો અને તેણે મોતને અંતિમ નિર્ણય સમજીને આપધાત કર્યો હતો.