January 19, 2025

વોટ્સએપમાં આવી ગયું નવું પ્રાઇવસી ફીચર!

અમદાવાદ: વોટ્સએપમાં સતત અપડેટ્સ આવી રહ્યા છે. જેના કારણે વોટ્સએપ પોતાના વપરાશકર્તાની ગોપનીયતાનું ખાસ ધ્યાન રાખે છે. જેને લઈને પણ તે ગોપનીયતા વધતી રહે તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે સેફ્ટીને લઈને વધુ એક અપડેટ આવી ગયું છે.

ડિવાઇસ માટે રજૂઆત
વોટ્સએપ થકી ઘણા કાર્ય સરળ થઈ શકે છે. જેના કારણે મોટા ભાગના લોકો આજે વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ જે લોકો વોટ્સએપનો ઉપયોગ કરે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની તે પણ અપડેટ લઈને આવે જ છે. ફરી એક વાર એવું જ અપડેટ આવ્યું છે. જેમાં વોટ્સએપે ગયા વર્ષેના ચેટ લોક ફીચર રજૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પાસકોડ, ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી દ્વારા છુપાયેલા ફોલ્ડરમાં ચેટને છુપાવી શકાય છે. કંપની લિંક્ડ ડિવાઇસ માટે ચેટ લૉક ફીચર પણ રજૂ કરવાની છે. આવનારા સમયમાં ફીચર લિંક્ડ ડિવાઇસ માટે પણ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:  શું ખરેખર વોટિંગ મશીન હેક થઈ શકે છે?

સંદર્ભ જોવા મળ્યો
WhatsApp ફીચર ટ્રેકર WABetaInfo એ દાવો કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે WhatsApp લિંક કરેલ ઉપકરણો માટે લોક ચેટ ફીચર પર કાર્ય કરી રહ્યું છે. આગામી થોડા જ દિવસોમાં તે લોકો સુધી પહોંચી જશે. એન્ડ્રોઇડ 2.24.8.4 અપડેટ માટેના નવીનતમ WhatsApp બીટામાં આવનારી સુવિધા વિશે એક સંદર્ભ જોવા મળી રહ્યો છે. ચેટ લોક ગયા વર્ષે આવ્યું હતું. જેમાં ઉલ્લેખિત મુજબ, WhatsAppએ મે 2023માં એક નવું ચેટ લોક ફીચર રજૂ કર્યું હતું. આ ચેટને તમે ફક્ત પાસકોડ, ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડી દ્વારા જ એક્સેસ કરી શકો છો.