May 18, 2024

આવા લોકોના મોબાઈલ નંબર થઇ જશે બંધ? સરકારે આપી ચેતવણી

અમદાવાદ: ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઈલ નંબરને લઈને એક ચેતવણી જાહેર કરી છે. જેમાં દરેક મોબાઈલ વપરાશકર્તાઓ ગંભીરતા લેવી જોઈએ. જો તમે ધ્યાન નહીં આપો તો તમારે નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. તો ચાલો જાણીએ કે સરકારે મોબાઈલ યુઝર્સને લઈને શું આપી છે ચેતવણી.

સૂચના આપવામાં આવી
કોમ્યુનિકેશન મંત્રાલય હેઠળ કામ કરતા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સને લઈને ચેતવણી આપી છે. જેમાં લિકોમ ડિપાર્ટમેન્ટનું નામ આપીને ફ્રોડ કોલ કરવામાં આવી રહ્યા હોવાનો દાવા કરવામાં આવી રહ્યો છે. આ વાત સરકારની તપાસમાં સામે આવી છે. જો તમારા નંબરથી ખોટું કામ થઈ રહ્યું છે તો તેવી સ્થિતિમાં તમારા નંબરને બંધ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આવનારા સમયમાં તમારો નંબર બંધ થઈ શકે છે.

આ પણ વાંચો:  શું ખરેખર વોટિંગ મશીન હેક થઈ શકે છે?

સલાહ આપવામાં આવી
DoT અનુસાર, આ કામ માટે વિદેશી મોબાઈલ નંબર (જેમ કે +92-xxxxxxxx)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી લોકોને ફોન કરવામાં આવી રહ્યા છે. એ પણ વોટ્સએપ કોલ કરીને તેમના સાથે સ્કેમ કરવામાં આવી રહ્યો છે. જોકે ટેલિકોમ્યુનિકેશન વિભાગે પોતાના તરફથી સ્પષ્ટતા કરી છે કે DoT દ્વારા આવો કોઈ કોલ કરવામાં આવ્યો નથી. જોકે લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

કોલથી સાવધાન રહો
જો તમને આવા કોલ્સ અથવા સંદેશાઓ પ્રાપ્ત થાય છે, તો તમારે સંચાર સાથી પોર્ટલ (www.sancharsathi.gov.in)ની ‘આઈ-રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન્સ’ ફીચર પર જાણ કરવી જોઈએ. તમે સાયબર-ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1920 પર કૉલ કરીને અને મેસેજ કરીને ફરિયાદ કરી શકો છો. તમે www.cybercrime.gov.in પરથી જાણ કરી શકો છે. જો તમને આવા કોલ કે મેસેજ આવે છે તો તમે તેને બ્લોક કરી શકો છો અથવા ફરિયાદ કરી શકો છો.