October 8, 2024

Rose Day માત્ર 7મી ફેબ્રુઆરીએ જ શા માટે ઉજવવામાં આવે છે?

રોઝ ડે 2024: વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીના ઉજવવામાં આવે છે. પરંતુ આ પહેલા , 7 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી પ્રેમનું સપ્તાહ ગણવામાં આવે છે. મોટા ભાગના લવબર્ડ આ સપ્તાહને ઉજવતા હોય છે. ત્યારે આજે રોઝ ડે છે. તમને થશે કે આ દિવસ શું કામ ઉજવવો જોઈએ? અને આ રોઝ ડેને કેમ ઉજવવામાં આવે છે? જાણો આ તમામ બાબત અમારા આ ખાસ અહેવાલમાં.

રોઝ ડે ક્યારે છે?
વેલેન્ટાઈન વીક 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. રોઝ ડે વેલેન્ટાઈન વીકના પહેલા દિવસે એટલે કે 7મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે, તમે તમારા જીવનસાથી, મિત્ર અથવા કોઈ ખાસ વ્યક્તિને ગુલાબનું ફૂલ આપીને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. તમારી લાગણી પ્રમાણે તમે ફુલનો રંગ પણ પસંદ કરી શકો છો. તમારા મિત્રને દેવા માટે પણ અલગ રંગના ફુલની પસંદગી કરી શકો છો અને તમે તમારા ખાસ વ્યક્તિને ફુલ આપવા માગો છો તેનો રંગ પણ અલગ છે.

રોઝ ડે શા માટે ઉજવવો?
ગુલાબ એ પ્રેમનું પ્રતીક ગણવામાં આવે છે. ગુલાબના વિવિધ રંગો લાગણીઓ વ્યક્ત કરે છે. તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે ગુલાબનો ઉપયોગ કરો. તમારા પ્રિયજનને ગુલાબ આપીને, તમે તમારા હૃદયમાં રહેલા પ્રેમને હાવભાવ દ્વારા વ્યક્ત કરી શકો છો. જો તમે કોઈને પ્રેમ કરો છો, અથવા કોઈની સાથે મિત્રતા કરવા માંગો છો, કોઈને પસંદ કરો છો અને પ્રેમની તક માંગવા માંગો છો, તો તમે ભેટ તરીકે ગુલાબનું ફૂલ પણ આપી શકો છો.

આ પણ વાંચો: Valentine Special : તમારા ડ્રેસ અનુસાર ટ્રાય કરો આ હેરસ્ટાઈલ

રોઝ ડેનો ઈતિહાસ
હવે તમને થશે કે આ રોઝ ડેની શરૂઆત કોણે કરી? તમને જણાવી દઈએ કે વેલેન્ટાઈન વીકમાં રોઝ ડે ઉજવવાનું એક ખાસ કારણ છે. મુગલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ ખૂબ પસંદ હતા. નૂરજહાંને ખુશ કરવા જહાંગીર દરરોજ એક ટન તાજા લાલ ગુલાબ તેના મહેલમાં મોકલતો હતો. જહાંગીર એ અકબરનો પુત્ર હતો. જહાંગીર બેગમ નૂરજહાંને ખુબ જ પ્રેમ કરતો હતો. તેમની લવ સ્ટોરી ઘણી ફેમસ હતી. રાણી વિક્ટોરિયા સાથેની પણ એક સ્ટોરી છે. જેમાં લોકો તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે એકબીજાને ગુલાબ આપતા હતા. આ પરંપરા ચાલુ રાખવા માટે, વેલેન્ટાઇન સપ્તાહનો એક દિવસ રોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: Valentines Week: ઘરની આ વસ્તુઓનો ઉપયોગ કરી વેલેન્ટાઈન માટે થાઓ તૈયાર

ગુલાબના રંગોનો અર્થ

1.લાલ રંગનું ગુલાબ – પ્રેમ વ્યક્ત કરવા માટે આપી શકાય છે.

2.ગુલાબી રંગનું ગુલાબ – શ્રેષ્ઠ મિત્રને આપીને મિત્રતા વધુ ગાઢ બનાવી શકે છે.

3.પીળું ગુલાબ – જો તમે કોઈની સાથે મિત્રતા કરવા માંગો છો, તો તેને પીળું ગુલાબ આપો.

4.કેસરી રંગનું ગુલાબ – કોઈ વ્યક્તિને કેસરી રંગનું ગુલાબ આપીને તમારી પસંદને વ્યક્ત કરો.

5.સફેદ ગુલાબ – માફી માંગવા માંગો છો.