September 13, 2024

Rose Day પર પાર્ટનરને આપો આ ખાસ સરપ્રાઈઝ

7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ રહી છે. જેમાં સૌથી પહેલા રોઝ ડેને સેલિબ્રેટ કરવામાં આવે છે. લોકો સંત વેલેન્ટાઈનના મૃત્યુને તેમના પ્રેમ માટે બલિદાન માનતા હતા. તેમના સન્માન માટે તેઓએ તેમની યાદમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવવાનું નક્કી કર્યું. પ્રેમના તહેવાર તરીકે ઉજવવામાં આવતા વેલેન્ટાઇન વીકની શરૂઆત આવતી કાલથી થઈ રહી છે. દરેક કપલ આ દિવસોની રાહ જુએ છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને ખાસ અનુભવ કરાવે છે.

– રોઝ ડે પર તમે તમારા વેલેન્ટાઈનને ભેટ તરીકે ગુલાબનું ફૂલ આપી શકો છો. આ માટે તમે કોઈપણ ફૂલની દુકાનમાં અગાઉથી ઓર્ડર આપીને તાજા ગુલાબના ફુલનું બુકે તમારા પાર્ટનર માટે લઈ શકો છો. તમે એક મોટો ગુલાબનો ફુલ પણ ઓર્ડર કરી શકો છો. જો તમે તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપવા ઈચ્છો છો, તો તમે તેમની ઓફિસ અથવા ઘરે આ બુકેને પાર્સલ કરી શકો છો.

– લોકો વેલેન્ટાઈન વીકમાં પાર્ટનરની પસંદ અનુસારા ગિફ્ટ આપવાનું પસંદ કરે છે. જો તમારા પાર્ટનર પણ આવું વિચારતા હોય તો માત્ર ગુલાબ આપવાની જગ્યાએ તમે બીજી કેટલીક સરપ્રાઈઝ પણ પ્લાન કરી શકો છો.

– જો તમે તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માંગતા હોવ તો તમે કોઈપણ સારી હોટેલમાં કેન્ડલ લાઈટ ડિનર માટે જઈ શકો છો. તમારા પાર્ટનરને આ સરપ્રાઈઝ ખૂબ જ ગમશે.

આ પણ વાંચો: Valentine Special : તમારા ડ્રેસ અનુસાર ટ્રાય કરો આ હેરસ્ટાઈલ

– જો તમે ઈચ્છો તો તમારા પાર્ટનરને ખરીદી માટે લઈ જઈ શકો છો. ત્યાં તમે તેમને તેમની પસંદગીના કપડાં મેળવી શકો છો.

– રોઝ ડેના ખાસ અવસર પર તમે તમારી ગર્લફ્રેન્ડને મેકઅપ કિટ પણ આપી શકો છો.મોટા ભાગની છોકરીઓ મેકઅપની ખૂબ જ શોખીન હોય છે.

આ પણ વાંચો: વેલેન્ટાઈન પહેલા આ ડાયટથી ઘટાડો વજન

– જો તમે ઈચ્છો તો તમે તમારા પાર્ટનરને કસ્ટમાઈઝ્ડ પેન્ડન્ટ, બ્રેસલેટ અથવા રિંગ પણ આપી શકો છો.

– રોઝ ડેના અવસર પર તમે તમારા પાર્ટનરને ફોટો ફ્રેમ પણ આપી શકો છો. તમે તેમાં તમારા ફોટા મૂકી શકો છો. તમારા પાર્ટનર માટે આ એક યાદગાર ગિફ્ટ બની શકે છે.