May 19, 2024

ભારતના આ નિર્ણયથી પડોશી દેશો પરેશાન…! જાણો શું છે હકીકત

Farmers wait for the auction of onions at Lasalgaon market in Nashik district in the western state of Maharashtra, India, December 19, 2018. Picture taken December 19, 2018. To match Insight INDIA-ELECTION/ONIONS REUTERS/Rajendra Jadhav/File photo

દેશમાં હાલ મોંઘવારીનો મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે જેમાં ખાસ કરીને ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જેને કિંમતોને કાબુમાં રાખવા સરકાર દ્વારા અવનવા પ્રયાસો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આઠ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડુંગળીની કિંમતોને કાબૂ કરવા હેતુથી સરકારે આ નિર્ણય લીધો હતો. જો કે આ પ્રતિબંધ 31 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે. ભારત સરકારે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તેની અસર તેના પાડોશી દેશોમાં જોવા મળી રહી છે. ભારત સરકારે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તેની અસર તેના પાડોશી દેશોમાં જોવા મળી રહી છે. નોંધનીય છે કે ભારતીય ખેડૂતો પણ સરકારના નિર્ણયથી ખૂબજ નારાજ છે અને આ નિર્ણય કારણે ખેડૂતો સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૃ કરી દીધા છે.

પડોશી દેશોમાં ડુંગળીની કિંમતોમાં ઘરખમ વધારો

ડુંગળીના ભાવને કાબૂમાં રાખવા સરકારનો નિર્ણય
8 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડુંગળીના ભાવને કાબૂમાં રાખવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ 31 માર્ચ 2024 સુધી અમલમાં રહેશે. અગાઉ ડુંગળીની મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારે નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી હતી. બીજી બાજુ મહારાષ્ટ્રના ખેડૂતો અને ડુંગળીના વેપારીઓ પણ સરકારના નિર્ણયથી ખૂબજ નારાજ છે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં અન્ય રાજ્યોના ખેડૂતો પણ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની નિકાસ બંધ થવાને કારણે તેના ભાવમાં ઘટાડો થયો છે અને તેઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ, જેથી તેમના પાકની વાજબી કિંમત મળી શકે. પરંતુ એક ન્યુઝ અહેવાલ મુજબ, ભારત સરકાર આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા આ નિર્ણય પાછો ખેંચે તેવી શક્યતા નથી.

મોંઘવારીથી પડોશી દેશો પણ હેરાન
સરકારના આ નિર્ણયની અસર માત્ર ભારતના ખેડૂતો જ નથી થઇ રહી પરંતુ તેના પાડોશી દેશો પણ આ નિર્ણયથી પરેશાન છે. કાઠમંડુથી કોલંબો સુધી સામાન્ય ગ્રાહકો ડુંગળીના વધારે ભાવથી હેરાન થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છેક કે ભારતના પડોશી દેશો જેમ કે બાંગ્લાદેશ, મલેશિયા, નેપાળ અને સંયુક્ત આરબ અમીરાત પણ ભારતીય ડુંગળી પર નિર્ભર છે. એશિયન દેશો દ્વારા થતી ડુંગળીની આયાતમાં ભારતનો હિસ્સો અડધાથી પણ વધારે છે. નોંધનીય છે કે ભારતે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં રેકોર્ડ 25 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરી હતી, જેમાંથી 6,71,125 ટન પડોશી બાંગ્લાદેશમાં ગઈ હતી.

પાડોશી દેશો પડકારનો સામનો કેવી રીતે કરી રહ્યા છે?
બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે ડુંગળીની અછતને દૂર કરવા માટે તેઓ ચીન, ઇજિપ્ત અને તુર્કીથી વધુને વધુ ડુંગળી આયાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ત્યાંની સરકાર ગરીબોને ઓછા ભાવે ડુંગળી વેચવાની યોજના છે. બીજી બાજુ નેપાળમાં આના કરતા પણ ખરાબ સ્થિતિ છે. નેપાળના એક અધિકારીના જણાવ્યા અનુસાર, નેપાળ ડુંગળીની ચીનથી આયાત કરવાં વિચાર કરી રહ્યું છે. જો કે ભારતીય વેપારીઓનું કહેવું છે કે નિકાસ પર પ્રતિબંધ બાદ ડુંગળીના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નવા પાક બાદ ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે.