January 19, 2025

WhatsApp પર આવી રહ્યું છે અદ્ભુત ફીચર, પાર્ટનર થઈ જશે ખુશ

WhatsApp: વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. ત્યારે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ખુશ થઈ જશે તેવું ફીચર આવી રહ્યું છે. આ ફીચર તમારા પાર્ટનરને ચોક્કસપણે ખૂબ ખુશ કરી દેશે. વોટ્સએપ લોકોમાં ખુબ લોકપ્રિય છે. એક માહિતી અનુસાર WhatsApp એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે વેબ યુઝર્સ તેમના મનપસંદ કોન્ટેક્ટ્સને ફિલ્ટર કરી શકશે.

નવું ફીચર કેવું દેખાશે?
એક માહિતી અનુસાર આવનારા સમયમાં WhatsApp વેબ એપ પર આ ફીચર આવવાથી યુઝર્સ તેમના મનપસંદ કોન્ટેક્ટને એક જ જગ્યાએ શોધી શકશે. જો તમે મૂંઝવણમાં છો કે WhatsAppનું આ નવું ફીચર કેવી રીતે કામ કરશે, તો આ સવાલનો જવાબ છે. WBએ પોસ્ટની સાથે એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે આ ફીચર વાસ્તવમાં કેવું દેખાશે. આ સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો કે વેબ પર ચેટ્સ, સ્ટેટસ, કોન્ટેક્ટ જેવા ઘણા વિકલ્પો જોવા મળે છે. ફોટા પરથી તમે કહી શકો છો કે તમે કેવી રીતે ફેવરિટનો વિકલ્પને પસંદ કરીને તમારા ફેવરિટ લોકોને એ લીસ્ટમાં એડ કરી શકો છો.

આ ખાસ સુવિધા મળશે
આ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે, ત્યારે દરેક જગ્યાએ પ્રેમની મોસમ જોવા મળી રહી છે. જેના કારણે તમે તમારા પાર્ટનરને ખુશ કરી શકો છો. કારણે તમે તમારા પાર્ટનરને ફેવરિટ કોન્ટેક્ટમાં રાખીને ખુશ કરી શકો છો. બીજી બાજૂ તમારા પાર્ટનરને ફેવરિટ કોન્ટેક્ટમાં રાખવાના કારણે તેના મેસજ તમે કયારે પણ ભૂલથી પણ મિસ નહીં કરી શકો. જેના કારણે તમારા પાર્ટનરને તમે સમયસર મેસજનો જવાબ આપી શકો છો.