January 19, 2025

WhatsAppમાં આવ્યું ડબલ એપ મેસેજ ફીચર!

અમદાવાદ: આજના સમયમાં WhatsAppનો ઉપયોગ દરેક લોકો કરે છે. જેના કારણે WhatsApp પણ પોતાના વપરાશકર્તા માટે નવા નવા અપડેટ્સ લાવતું રહે છે. ત્યારે ફરી એક વાર WhatsApp પોતાના વપરાશકર્તાને લઈને નવું અપડેટ્સ લાવી રહ્યું છે.

આવશે નવું ફીચર
WhatsApp ટૂંક સમયમાં યુઝર્સને અન્ય પ્લેટફોર્મ પર પણ મેસેજ મોકલવાનો વિકલ્પ આપશે તેવી વિગતો મળી રહી છે. જેનું કામ અત્યારે કરવામાં આવી રહ્યું છે. જેમાં તમે WhatsAppનો ઉપયોગ કરીને ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ પર મેસેજ મોકલી શકશો. પરંતુ હાલ એ માહિતીની જાણકારી આપવામાં આવી નથી કે કઈ એપ્સ સપોર્ટ કરશે પરંતુ હાલ એક માહિતી અનુસાર યુઝર્સને અન્ય પ્લેટફોર્મ પર પણ મેસેજ થઈ શકે તે રીતે કામ કરવામાં આવી રહ્યું છે.

આપી માહિતી
વોટ્સએપે સતત નવા અપડેટ્સ લાવી રહ્યું છે. હવે જે નવું અપડેટ્સ આવવાનું છે તેને લઈને એક જાણકારી આપવામાં આવી છે. WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp ટૂંક સમયમાં જ યુઝર્સને અન્ય પ્લેટફોર્મ પર પોતાના થકી મેસેજ કરી શકાશે. આ નવા અપડેટ્સનું વર્ઝન 2.24.6.2 હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સુવિધા હજુ પણ પરીક્ષણના તબક્કામાં છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે દરેક વ્યક્તિ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં. પરંતુ તે વાત અહિંયા સત્ય સાબિત થશે કે થોડા જ દિવસમાં એવું અપડેટ્સ આવશે કે જેના થકી તમે WhatsAppમાંથી બીજી એપ પર મેસેજ કરી શકશો.

આ દેખાશે નહીં
જયારે આ અપડેટ્સ આવશે ત્યારે તેની ખાસ વાત એ હશે કે WhatsApp પર અન્ય ચેટિંગ એપ્લિકેશન થકી તમે વાત કરો છો તો તમારી સ્ક્રીન થોડી અલગ જોવા મળશે. તેમાં તમારે લગતી તમામ માહિતી મળી રહેશે. પરંતુ બીજી એપ પર તમને પ્રોફાઇલ ફોટો અને નામ દેખાશે નહીં. જેનું કારણ એ છે કે વોટ્સએપ અન્ય એપ્સ વિશે માહિતી રાખતું નથી. જેના કારણે કંઈક એવું થશે કે તમે જેને મેસેજ કરો છો તેને એપનું નામ બતાવશે પરંતુ તમારી પ્રોફાઈલ બતાવશે નહીં. જેમાં તેમને ડિફોલ્ટ પ્રોફાઇલ ફોટો દેખાશે. નવું ફીચર આવવાના કારણે તમારી સુરક્ષા પણ જળવાઈ રહે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.