November 18, 2024

Whatsappની આ ટ્રિક્સથી તમને આવી જશે મજા, થશે મોટો ફાયદો

અમદાવાદઃ Whatsappનો ઉપયોગ આજકાલ મોટા ભાગના લોકો કરે છે. મેસેજ માટે સૌથી સરળ માધ્યમ બની ગયું છે. Whatsapp સતત અપડેટ લાવે છે જેના કારણે આ એપ વધારે યુઝ કરવી ગમે છે. પરંતુ આજે અમે તમને સૌથી સારા અને મજેદાર ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમાં એક ફીચર એ પણ છે જેના દ્વારા તમે ડિલીટ કરેલા મેસેજ પણ વાંચી શકો છો.

200 કરોડથી વધુ લોકો
આજકાલ વોટ્સએપ સૌથી લોકપ્રિય એપ બની ગયું છે. વિશ્વભરમાં 200 કરોડથી વધુ લોકો તેને પસંદ કરી રહ્યા છે અને ઉપયોગ કરે છે. ચેટિંગની સાથે વોટ્સએપ વીડિયો કોલિંગની સાથે વોઈસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. વોટ્સએપે સતત અપડેટમાં નવા ફીચર્સ લાવે છે. જે ઘણા લોકોને ખબર હોતી નથી. થોડા સમય પહેલા કંપનીએ યુઝર્સને વ્યુ વન્સ ઇન વોઈસ નોટનું ફીચર આપ્યું હતું.

આ પણ વાંચો: Shark Tank Indiaમાં આવી AI હાઇડ્રોજન કાર

ઓછો ઇન્ટરનેટ ડેટા
વિડિયો કૉલ્સ અથવા વૉઇસ કૉલ દરમિયાન ડેટાનો વપરાશ વધારે થાય છે. જેના કારણે ઘણી વખત ડેટા ખતમ થઈ જાય છે અને વાતચીત અધૂરી રહી જાઈ છે. જો તમને પણ આજ સમસ્યાઓ થાય છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે માત્ર ફક્ત એક સેટિંગ બદલવી પડશે અને પછી ડેટા ખતમ થવાનું ટેન્શન દૂર થઈ જશે. ડેટા બચાવવા માટે, તમારે પહેલા સેટિંગ્સ વિકલ્પ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે તેમાં ડેટા અને સ્ટોરેજના વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમારે જોય ઇક્વિપ્ડ ડેટા ઇન કોલ ઓપ્શન એટલે કે ચાલુ કરવાનો રહેશે. હવે વીડિયો કોલ અથવા વોઇસ કોલ દરમિયાન ડેટાનો વપરાશ ઓછો થશે.

કાઢી નાખેલા સંદેશાઓ કેવી રીતે વાંચવા
ઘણી વખત લોકો વોટ્સએપમાં મેસેજ મોકલીને ડિલીટ કરી દે છે. જેના કારણે આ સમયે આપણને એવું થાય છે તેમણે શું મેસજ મોકલ્યા હશે. જો આવું તમારી સાથે પણ થાય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આ મેસજને માત્ર એક જ ક્ષણમાં વાંચી શકો છો. ડિલીટ કરેલા મેસેજ વાંચવા માટે સૌથી પહેલા તમારે ફોનના સેટિંગમાં જવું પડશે. ત્યાર બાદ તમારે નોટિફિકેશન હિસ્ટ્રીમાં જવાનું રહેશે. એપ્સને પણ પરવાનગી આપો જેના નોટિફિકેશન તમે વાંચવા માંગો છો. જો તમે વોટ્સએપ નોટિફિકેશન ઓન રાખ્યું છે, તો ડિલીટ કરેલા મેસેજ પણ અહીં દેખાશે.

આ પણ વાંચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ