May 20, 2024

iPhoneનું આ મોડલ અંડરવોટર મોડ સાથે, પાણીની નીચે પણ કરશે કરામત

iPhonesની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. મોટા ભાગના સ્માર્ટફોન યુઝરને iPhoneનો ઉપયોગ કરવો ગમે છે. Apple ફોન તેમની પ્રીમિયમ ગુણવત્તા અને ફ્લેગશિપ લેવલ ફીચર્સ માટે જાણીતા છે. એપલના ફીચર્સ તેને એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી બહુ જ અલગ પાડે છે. ગયા વર્ષેમાં Apple દ્વારા iPhone 15 સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે હવે iPhone 16 વિશે ચર્ચા કરવામાં આવી રહી છે.

ફીચર્સ થયા લીક
Apple આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં iPhone 16 લોન્ચ કરી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. હજુ તો ઘણો સમય બાકી છે આ પહેલા તેના ફીચર્સ અંગે લીક થવાનું શરૂ થઈ ગયું છે. લેટેસ્ટ રિપોર્ટમાં iPhone 16ની એક અનોખી વિશેષતા સામે આવી છે. જો લીક્સની વાત માનવામાં આવે તો પની iPhone 16 સિરીઝને અંડરવોટર મોડ સાથે લોન્ચ કરવાની છે. હવે તેમાં કેટલી હકીકત છે તે iPhone 16 લોન્ચ થયા બાદ ખબર પડશે.

આ પણ વાંચો: Shark Tank Indiaમાં આવી AI હાઇડ્રોજન કાર

અંડરવોટર મોડ IP રેટિંગથી અલગ
આ તમામ વાત વચ્ચે તમને સવાલ થશે કે iPhone પહેલાથી જ IP રેટિંગ સાથે આવે છે જે તેને વોટરપ્રૂફ બનાવે છે, તો તમને જણાવી દઈએ કે અંડરવોટર મોડ આનાથી અલગ છે. આઇપી રેટિંગ આઇફોનને ભૌતિક રીતે વોટરપ્રૂફ બનાવે છે પરંતુ તેનો ઉપયોગ અંડરવોટર મોડ વર્કિંગ ફંક્શન માટે કરવામાં આવશે. જેના કારણે અંડરવોટર મોડને સક્ષમ કરીને, તમે લાંબા સમય સુધી પાણીની અંદર પણ iPhone 16 નો ઉપયોગ કરી શકશો.

સમસ્યાનો સામનો કરવો પડશે નહી
તમને જણાવી દઈએ કે ડિસ્પ્લેમાં તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, આની મદદથી તમે લાંબા સમય સુધી પાણીની અંદર ફોટા અને વીડિયો લઈ શકશો. યુનાઈટેડ સ્ટેટ્સ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં એક પેટન્ટ જોવા મળી છે. આ પેટન્ટમાં આઈફોન ઈન્ટરફેસ સાથે અંડરવોટર મોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કંપની હવે આ ફીચર સાથે iPhone લાવી શકે છે. અંડરવોટર મોડ ફીચર ઓન કર્યા બાદ યુઝર્સ વોલ્યુમ બટન વડે કેમેરા સેક્શનને પાણીની અંદર કંટ્રોલ કરી શકે છે. વપરાશકર્તાઓ માત્ર વોલ્યુમ બટન વડે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકશે. તમને જણાવી દઈએ કે iPhone 16 સીરીઝમાં ગ્રાહકોને ફોટો અને વીડિયો કેપ્ચર કરવા માટે ડેડિકેટેડ કેપ્ચર બટન પણ આપવામાં આવી શકે છે. જોકે આ તમામ વાત અંદાજા પર કહેવામાં આવી રહી છે. સાચી માહિતી તો iPhone 16 સીરીઝ બહાર આવ્યા બાદ જ સામે આવી શકે છે.

આ પણ વાંચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ