May 6, 2024

સામ પિત્રોડાએ જે વારસાગત ટેક્સની વાત કરી તેનો અર્થ શું છે?

અમદાવાદ: ઈન્ડિયન ઓવરસીજ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વારસાગત ટેક્સને લઈને મોટું નિવેદન આવ્યું છે. પિત્રોડાએ કહ્યું કે, અમેરિકામાં વારસામાં છોડી જતા લોકોની સંપતિ પર ટેક્સ લેવામાં આવે છે. ત્યાં જો કોઈ વ્યક્તિ પાસે 100 મિલિયન ડોલરની પ્રોપર્ટી છે અને તેનું મૃત્યુ થાય છે તો તેના બાળકોને સંપતિમાંથી 45 ટકા જેટલો ભાગ મળે છે. અને 55 ટકા પ્રોપર્ટી સરકાર પાસે જાય છે. આમ સામ પિત્રોડાએ દેશના અમિરો અને તેની સંપતિને લઈને આ નિવેદન આપ્યું છે. જેના કારણે સોશિયલ મીડિયા પર સતત આ મુદ્દે ચર્ચા થઇ રહી છે. તો ચાલો આપણે પણ સમજી લઈએ કે આ વારસાગત ટેક્સ શું છે અને તે આપણા દેશના અન્ય ટેક્સ કરતા કઈ રીતે અલગ છે?

વારસાગત ટેક્સ શું છે?
ઘણા દેશોમાં વારસામાં મળતી સંપતિ પર ટેક્સ લગાવવામાં આવે છે. જેને વારસાગત કર કહેવામાં આવે છે. આ ટેક્સ જેની પાસે સંપતિ છે તે વ્યક્તિએ ચૂકવવાનો હોય છે. અમેરિકામાં વારસાગત ટેક્સનું ચલણ ઘણું જુનુ નથી. વર્ષ 2023 સુધી માત્ર 6 રાજ્યોમાં આ વારસાગત ટેક્સ લાગતો હતો. આ ટેક્સ એ વાત પર નિર્ભર કરે છે કે મરનાર વ્યક્તિ કયા રાજ્યમાંથી આવે છે. અને તેની પાસે રહેલી સંપતિ ક્યાં રાજ્યમાં આવેલી છે. આ સાથે વારસામાં મળેલી સંપતિની કિંમત કેટલી છે.

આ પણ વાંચો: હોમ ડિપાર્ટમેન્ટના નકલી અધિકારી બનીને રોફ જમાવતો નબીરો ઝડપાયો

વારસાગત કર એસ્ટેટ ટેક્સથી કેવી રીતે અલગ છે?
વારસાગત કર અને સંપતિ કર બંને અલગ અલગ વસ્તુ છે. સંપતિના ભાગલા પહેલા જે ટેક્સ લાગે છે તેને એસ્ટેટ ટેક્સ કહેવામાં આવે છે જ્યારે વારસાગત ટેક્સ એટલે એવા લોકોને ટેક્સ લાગે છે જેમને વારસામાં એ સંપતિ મળવાની છે. અમેરિકાની સરકાર મોટી સંપતિ પર એસ્ટેટ ટેક્સ લગાવે છે, પરંતુ જ્યારે એ સંપતિથી અલગ આવક થાય છે તો તેના પર ઈન્કમ ટેક્સ લગાવવામાં આવે છે. સમગ્ર અમેરિકામાં વારસાગત ટેક્સ લગાવાવમાં આવતો નથી. તે માત્ર આયોવા, કેન્ટકી, મેરીલેન્ડ, નેબ્રાસ્કા, ન્યૂ જર્સી અને પેસિલવેનિયામાં જો કોઈ વારસાગત સંપતિ મળે છે તો તેના પર ટેક્સની પરંપરા છે, પરંતુ એ ટેક્સ પણ અલગ અલગ વાતો અસર કરે છે.

તે કેવી રીતે ગણવામાં આવે છે?
વારસાગત કર મર્યાદાથી વધુ રકમ પર જ વસૂલવામાં આવે છે. જો વારસાની રકમ નિયત મર્યાદા કરતા ઓછી હોય તો તેના પર આ કર લાદવામાં આવતો નથી. જો તે મર્યાદા ઓળંગાઈ જાય, તો ટેક્સનો દર ધીમે ધીમે વધે છે. સામાન્ય રીતે, શરૂઆતમાં 10% કરતા ઓછો ટેક્સ લાદવામાં આવે છે અને પછી તે વધીને 15% થી 18% સુધી થાય છે. તમને જે મુક્તિ મળશે અને તમે જે ટેક્સ રેટ વસૂલશો તે મૃત્યુ પામેલી વ્યક્તિ સાથેના તમારા સંબંધ પર આધારિત છે.