January 25, 2025

Budget 2024: શું સસ્તું અને શું મોંઘું…? મોબાઈલ ફોન અને ચાર્જર થયા સસ્તા

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું 7મું બજેટ રજૂ કર્યું છે. સામાન્ય માણસને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નાણામંત્રીએ આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. પરંતુ આ વખતે શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર મોટા ભાગની નજર કેન્દ્રિત થઈ ગઈ. આ વખતે મોટી જાહેરાતો કરતી વખતે નાણામંત્રીએ મોબાઈલ ફોન સસ્તા કરવાની જાહેરાત કરી છે. કેન્સરની દવા પણ સસ્તી કરવામાં આવી. લિથિયમ આયન બેટરીને સસ્તી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો અર્થ છે કે ઈલેક્ટ્રિક વાહનો પણ સસ્તા થઈ શકે છે. આ ઉપરાંત આયાતી જ્વેલરી સસ્તી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

શું સસ્તું અને શું મોંઘું?

  • કેન્સરની સારવાર માટે વધુ ત્રણ દવાઓ પર કસ્ટમ ડિસ્કાઉન્ટ
  • મોબાઈલ ફોન, સંબંધિત પાર્ટસ, ચાર્જર પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો
  • એક્સરે ટ્યુબ પર ડિસ્કાઉન્ટ
  • મોબાઈલ ફોન અને ચાર્જર પર ડ્યુટી 15% ઘટાડાઈ
  • 25 મહત્વપૂર્ણ ખનિજો પરની ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે
  • ફિશ ફીડ પર ડ્યૂટી ઘટાડી
  • દેશમાં બનેલું લેધર, કાપડ અને શૂઝ સસ્તા થશે
  • સોના અને ચાંદી પર 6% ઓછી ડ્યુટી
  • પ્લેટિનમ પર 6.4% ડ્યુટી ઘટાડી
  • પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી વધારી
  • પેટ્રોકેમિકલ – એમોનિયમ નાઈટ્રેટ પર કસ્ટમ ડ્યુટી વધી
  •  હવાઈ ​​મુસાફરી થઇ મોંધી
  • સિગારેટ પણ થઈ મોંઘી

કેન્દ્રીય બજેટ ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે ઉચ્ચ ફાળવણી, કરવેરા સુધારા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ, સ્થાનિક ઉત્પાદન પર ભાર, નોકરી અને કૌશલ્ય સર્જન અને વધુ શ્રમ-સઘન ક્ષેત્રોમાં ઉત્પાદન-લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નાણામંત્રીએ રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે ત્રણ યોજનાઓની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Budget 2024: નિર્મલા સીતારમણની ટેક્સ અંગે મોટી જાહેરાત, જાણો વધારો-ઘટાડો