January 17, 2025

વેસ્ટ ઇન્ડિઝનો આ ખેલાડી કરતો હતો ગાર્ડની નોકરી, 85 વર્ષ બાદ કર્યું એવું કારનામુ કે….

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમર જોસેફે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. શમર જોસેફે તેના પહેલા જ બોલ પર સ્ટીવ સ્મિથને આઉટ કર્યો હતો. આ રીતે શમર જોસેફે શાનદાર રીતે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સાથે જ શમર જોસેફે લગભગ 85 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હકીકતમાં, અગાઉ 1939માં વેસ્ટ ઈન્ડિઝના ટેરેલ જોન્સને તેની ડેબ્યૂ ટેસ્ટના પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી. હવે શમર જોસેફે સ્ટીવ સ્મિથને તેની ડેબ્યૂ ટેસ્ટના પ્રથમ બોલ પર આઉટ કર્યો હતો.

ટેરેલ જોન્સને 85 વર્ષ પહેલા આ કારનામું કર્યું હતું

વેસ્ટ ઈન્ડિઝના ટેરેલ જોન્સને 1939માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટના પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી. તેણે ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. જો કે, હવે શમર જોસેફે તેના વતનનો ખેલાડી ટેરેલ જોન્સનના લગભગ 85 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ સિવાય શમર જોસેફ ટેસ્ટ ઈતિહાસનો 23મો બોલર બની ગયો છે જેણે મેચના પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી. શમર જોસેફ ટેસ્ટ ઈતિહાસનો પ્રથમ બોલર છે જેણે મેચના પ્રથમ બોલ પર વિકેટ લીધી છે.

એડિલેડ ટેસ્ટના પહેલા દિવસે શું થયું?

જ્યારે ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટની વાત કરીએ તો બંને ટીમો એડિલેડના મેદાન પર આમને-સામને છે. વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ દાવ 188 રનમાં સમેટાઈ ગયો હતો. જેના જવાબમાં દિવસની રમતના અંત સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટે 59 રન છે. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા અને કેમરન ગ્રીન રમી રહ્યા છે. અત્યાર સુધી શમર જોસેફ વેસ્ટ ઈન્ડિઝ માટે બંને સફળતા મેળવી ચૂક્યો છે. હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવના આધારે વેસ્ટ ઈન્ડિઝ કરતા 129 રન પાછળ છે.

આ પણ જુઓ : ‘ભારતીય હોવા પર ગર્વ છે…’,મોહમ્મદ શમીએ દેશના જવાનોને લઇ કરી આવી વાત

જોસેફ ક્યારેક કરતો હતો ગાર્ડની નોકરી

શમર જોસેફ માટે ક્રિકેટર બનવું સહેલું ન હતું, જે બે બાળકોનો પિતા છે અને પરિવારનું ભરણ-પોષણ કરવા માટે ગાર્ડની નોકરી કરતા હતા. પરંતુ તે હંમેશાથી ક્રિકેટર બનવા ઇચ્છતા હતા. તેમણે તેમનુ પૂરું ધ્યાન ક્રિકેટ તરફ કેન્દ્રિત કરવા માટે એક દિવસ પોતાની નોકરી છોડી દીધી. 23 વર્ષની ઉંમરમાં તેમનું પ્રોફેશનલ ડેબ્યુ થયું, હવે એક વર્ષની અંદર જ તે ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધી પહોંચી ગયા છે.

હોડીમાં બે દિવસમાં પહોંચ્યા ઘર

શમર જોસેફ ગુયાનાના બારાકારા નામના ગામથી છે. જ્યાં જવા માટે કૈંજે નદી પર આસરે 225 કિમી બોટની સવારી કરવી પડે છે. ગાઢ જંગલના કારણે યાત્રામાં બે દિવસ સુધીનો સમય લાગી શકે છે. તેમના ગામમાં માત્ર એક પ્રાઇમરી સ્કુલ છે. જ્યાં સેકન્ડરી સ્કુલની સુવિધા પણ નથી. 2018 સુધી ત્યા ટોલિફોન અને નેટવર્કની પણ સુવિધા ન હતી. આ દરેક પડકારો હોવા છતા પણ શમર જોસેફ ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધી પહોંચી ગયા છે.