May 7, 2024

‘ભારતીય હોવા પર ગર્વ છે…’,મોહમ્મદ શમીએ દેશના જવાનોને લઇ કરી આવી વાત

Mohmmad Shami

મોહમ્મદ શમી આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ ભારતીય ફાસ્ટ બોલરને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હવે શમીએ ભારતના સૈનિકો વિશે દિલ જીતી લેનારી વાત કહી છે. શમી ગયા વર્ષે ઘરની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. હવે તે ભારતીય સૈનિકોને મળ્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી અને આ તસવીરો હાલ વાયુવેગે વાયરલ થઇ રહી છે.

શમીએ તેના ઓફિશિયલ X એકાઉન્ટ દ્વારા કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સૈનિકો સાથે ઉભો રહીને વાત કરતો અને ચા પીતો જોવા મળે છે. તસવીરના કેપ્શનમાં શમીએ લખ્યું, “મને ભારતીય હોવા પર ગર્વ છે. હું અમારા સૈનિકોના સન્માન, સાહસ અને પ્રતિબદ્ધતાને સલામ કરું છું.”

 

આ દિવસોમાં તે ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે.

ODI વર્લ્ડ કપ 2023 બાદથી શમી મેદાનમાં પરત ફરી શક્યો નથી. ક્રિકેટર ઈજાના કારણે તે ટીમ ઈન્ડિયાની બહાર છે. તાજેતરમાં, શમીને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ઈજાના કારણે, તેને સિરીઝની શરૂઆત પહેલા જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. જેમાં શમી પણ સામેલ નહોતો.

વર્લ્ડ કપ 2023માં તબાહી મચાવી

નોંધનીય છે કે શમીએ 2023 ODI વર્લ્ડ કપની માત્ર 7 મેચ રમી હતી, જેમાં તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. ભારતીય પેસરે 10.71ની શાનદાર એવરેજથી 24 વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અર્જુન એવોર્ડ મેળવનાર 58મો ક્રિકેટર બની ગયો છે. આજે (9 જાન્યુઆરી) તેમને આ મોટો સ્પોર્ટ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને આ એવોર્ડથી સન્માનિત કર્યા.

33 વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે વર્ષ 2023 શાનદાર રહ્યું. તેણે વર્ષના અંતે યોજાયેલા વન ડે વર્લ્ડ કપમાં ધૂમ મચાવી હતી. ટૂર્નામેન્ટની પ્રથમ 4 મેચ ન રમી હોવા છતાં શમીએ 24 વિકેટ લીધી હતી. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. વર્લ્ડ કપમાં આ પ્રદર્શન માટે તેને અર્જુન એવોર્ડના રૂપમાં એવોર્ડ મળ્યો હતો. તાળીઓના ગડગડાટ વચ્ચે શમીને આ એવોર્ડ મળ્યો હતો.