January 24, 2025

પશ્ચિમ એશિયામાં તણાવ, અમેરિકાએ સબમરીન મોકલ્યું; ઇઝરાયલે કહ્યું – ખાન યુનિસ ખાલી કરો

US sent submarine to Israel

વોશિંગ્ટનઃ ઈઝરાયલ ગાઝા પર હુમલા વધારી રહ્યું છે, તેને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવભરી સ્થિતિ પેદા થઈ છે. ઇસ્લામિક દેશોની એકતા અને ઈરાન, લેબેનોન અને યમનના હુમલાના ભય વચ્ચે અમેરિકાએ મિત્ર ઈઝરાયલની મદદ માટે પશ્ચિમ એશિયામાં ગાઈડેડ મિસાઇલ સબમરીન મોકલવાનો આદેશ આપ્યો છે. અમેરિકાને ડર છે કે, ઈરાન ગમે ત્યારે ઈઝરાયલ પર મોટો હુમલો કરી શકે છે.

અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને સબમરીન મોકલવાનો આદેશ આપતાં પશ્ચિમ એશિયા તરફ આગળ વધી રહેલા ‘USA અબ્રાહમ લિંકન’ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને ઝડપથી આગળ વધવા જણાવ્યું છે. બીજી તરફ ઈઝરાયલે શરણાર્થીઓને ગાઝાનો ખાન યુનિસ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. તણાવ વચ્ચે બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ઈરાનને ઈઝરાયલ પર હુમલો કરવા સામે ચેતવણી આપી છે.

ઉત્તર ઇઝરાયલમાં હિઝબુલ્લા દ્વારા મોટો હુમલો, બેરૂતમાં 30 મિસાઇલો છોડવામાં આવી
ઉત્તર ઇઝરાયલમાં એક મોટા હુમલામાં હિઝબુલ્લાએ 30થી વધુ મિસાઇલો છોડી છે. ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પણ ઘણાં રોકેટોને નષ્ટ કરવામાં નિષ્ફળ રહી હતી. જો કે, હજુ સુધી આ રોકેટ હુમલામાં જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. લેબનોન સ્થિત હિઝબુલ્લાહે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને એક સૈન્ય મથકને નિશાન બનાવવાનો દાવો પણ કર્યો છે.

હમાસ યુદ્ધવિરામ અંગેની બેઠકમાં નહીં જાય, તેના બદલે હમાસે અમેરિકી પ્રસ્તાવને અમલમાં મૂકવા જણાવ્યું હતું, જેના પર સહમતિ બની હતી. તેમણે 15 ઓગસ્ટે યોજાનારી યુદ્ધવિરામ બેઠકમાંથી દૂર રહેવા કહ્યું છે.