November 5, 2024

ભિલોડામાં વાતાવરણમાં પલટો તો દાહોદમાં વીજળી પડતા 2 લોકો લકવાગ્રસ્ત

ગુજરાત: રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ ભિલોડા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે સુનસરમાં સાંજે ભારે પવન ફૂંકાયો છે. જેને લઇને કાચા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા. નોંધનીય છે કે 3 કાચા મકાનોની છત ઉડી જતા ઘરવખરી વરસાદમાં પલળી ગઇ હતી. તો બીજી તરફ દાહોદ જીલ્લામાં તોફાની પવન ચમચ ગાજવીજ વચ્ચે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને દાહોદના સબરાડા ગામમાં બે વ્યક્તિઓ પર આકાશી વીજળી પડતા બંને વ્યક્તિઓ લકવાગ્રસ્ત બનવા પામ્યા હતા.

મળતી માહિતી અનુસાર ભિલોડા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે સુનસરમાં સાંજે ભારે પવન ફૂંકાયો છે. જેને લઇને કાચા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા. નોંધનીય છે કે 3 કાચા મકાનોની છત ઉડી જતા ઘરવખરી વરસાદમાં પલળી ગઇ હતી. પવન અને વરસાદને લઈને ભારે નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે ગઇકાલે હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી હતી.

જ્યારે બીજી તરફ દાહોદ જીલ્લામાં તોફાની પવન ચમચ ગાજવીજ વચ્ચે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દાહોદ તાલુકાના માંડવ રોડ સબરાડા ગામમાં બે વ્યક્તિઓ પર આકાશી વીજળી પડતા બંને વ્યક્તિઓ લકવાગ્રસ્ત બનવા પામ્યા હતા. આ દરમિયાન ઇમરજન્સી 108 સેવાને વીજળી પડવાનો કોલ મળતાં 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી સુશીલાબેન પટેલ અને પાઇલોટ નિલેશભાઈ રાઠોડએ તાત્કાલિક રેલવે હોસ્પિટલ દાહોદ ખાતે દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે કાળજાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરી હતી. આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 13થી 16 એપ્રિલ દરમિયાન માવઠું થવાની સંભાવના છે. રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જો કે બે દિવસ પછી માવઠા થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.