અમે હુમલાખોરોને સમુદ્રના તળિયેથી પણ શોધીશું: રાજનાથ સિંહ
દિલ્હી રાજનાથ સિંહે મંગળવારે એટલે કે આજના દિવસે એક કાર્યક્રમમાં ભારતમાં આવતા ટેન્કરો અને જહાજો પર હાલમાં થઈ રહેલા હુમલાઓ પર પ્રતિક્રિયા આપી હતી. આ સમયે તેમણે કહ્યું કે સરકારે મર્ચન્ટ નેવી જહાજો પરના તાજેતરના હુમલાઓને ખૂબ જ ગંભીરતાથી લીધા છે. જે પણ આ હુમલા કરનારા છે તેમને “સમુદ્રના ઊંડાણ”માંથી પણ બહાર કાઢીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરાશે
ભારતની વધતી શક્તિઓ
આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે “આ દિવસોમાં દરિયામાં ઉથલપાથલ વધતી જોવા મળી રહી છે. ભારતની વધી રહેલી સારી સ્થિતીના કારણે કેટલાક ઈર્ષ્યા કરી રહ્યા છે. ભારતે તાજેતરમાં અરબી સમુદ્રમાં એમવી કેમ પ્લુટો પરના ડ્રોન હુમલાને ગંભીરતાથી લીધો છે. જેના કારણે ભારતીય નૌકાદળે દરિયાની દેખરેખ વધારી છે.
Big Breaking: India's Defence minister Rajnath Singh @DefenceMinIndia @rajnathsingh reacts to MV Chem Pluto attack. Says, "Whosoever masterminded the attack, we will find them from the bottom of the sea". pic.twitter.com/jjwKPxYURa
— Sidhant Sibal (@sidhant) December 26, 2023
સમુદ્રના તળિયેથી શોધી કાઢીશું
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે જેણે પણ આ હુમલો કર્યો છે તેમને અમે સમુદ્રના તળિયેથી પણ શોધી લઈશું. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. જેની ખાતરી હું આપવામાં માંગુ છું.
અમેરિકાનો દાવો
થોડા દિવસો અગાઉ અરેબિયાથી ભારત આવી રહેલા ટેન્કર કેમ પ્લુટો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અમેરિકા દાવો કરી રહ્યું હતું કે ડ્રોન ઈરાનથી લોન્ચ કરાયું હતું. જે બાદ ઈરાને અમેરિકાના દાવાને પણ ફગાવી દીધો હતો. જહાજ મુંબઈ બંદરે પહોંચ્યા હતું તે સમયે ભારતીય નૌકાદળે તેનું તમામ રીતે તેનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો: હું બિહારના નેતાઓને એ જ ભાષામાં સમજાવીશ જે રીતે મોદી સમજાવે છે: મનીષ કશ્યપ