November 15, 2024

‘અમે યહૂદીઓની બધી સંસ્થાઓમાં બોમ્બ લગાવ્યા છે, જલ્દી જ થશે વિસ્ફોટ’

US Bomb Threat: અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ધમકી ભર્યા ઈમેઈલના કારણે ચિંતાજકન વાતાવરણ બની ગયું છે. આ મેઈલમાં 20થી વધારે જગ્યાઓમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. ઈમેઈલમાં કહેવામાં આવ્યું કે, યહુદિયોના બે ડર્ઝનથી વધારે પુજા વાળા સ્થળો અને સંસ્થાઓમાં બોમ્બ લગાવવામાં આવ્યો છે. જે જલ્દી જ બ્લાસ્ટ થવાના છે. ન્યૂ યોર્ક પોસ્ટની એક રિપોર્ટ અનુસાર આ મેઈલ 4 મેના રોજ મોકલવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, જો તમે આ મેઈલનો જઈ રહ્યા છો તો તમે બોમ્બને લઈને એલર્ટ રહેજો. જેને મે મારી બિલ્ડીંગમાં લગાવ્યો છે.

આ પણ વાંચો: PM મોદીનો ઈટાવામાં અખિલેશ યાદવ પર કટાક્ષ, રાહુલ પર પણ સાધ્યું નિશાન

Terrorizers111નો દાવો- અમે બોમ્બ ફીટ કર્યા હતા!
આ ધમકીભર્યો મેઈલ મોકલનારાઓએ પોતાની ઓળખ ‘Terrorizers111’ ગ્રુપ તરીકે કરી અને તેના દ્વારા આગળ કહ્યું – આ કોઈ ધમકી નથી. મેં તમારા બિલ્ડિંગની અંદર બોમ્બ પ્લાન્ટ કર્યો છે. તેને બ્લાસ્ટ થવામાં માત્ર થોડા કલાકો બાકી છે, હવે તમને બધે માત્ર લોહી જ દેખાશે.

USAમાં કેટલા સ્થળોએ આ ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા?
Terrorizers111 ગ્રુપ દ્વારા મેનહટનમાં 14 સિનાગોગ અને યહૂદી કેન્દ્રો (બે બ્રુકલિનમાં, પાંચ ક્વીન્સમાં, બે અપસ્ટેટ મંદિરો અને લોંગ આઇલેન્ડમાં એક) ને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. ન્યૂ યોર્ક લેન્ડમાર્ક્સ કન્ઝર્વન્સી દ્વારા સમાન મેલ પ્રાપ્ત થયો હતો.

“બોમ્બની ધમકીઓ મોકલનારાઓને શોધી રહ્યા છીએ”
આ દરમિયાન અમેરિકામાં ન્યૂયોર્કના અધિકારીઓએ પૂછ્યું કે, આ ધમકીભર્યા ઈ-મેલ ક્યાંથી આવ્યા? હાલમાં આ બાબત જાણી શકાઈ નથી. જોકે, પોલીસ વિભાગ સતર્ક છે અને તપાસકર્તાઓ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. તેઓ એ પણ ટ્રેસ કરી રહ્યા છે કે આ મેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યા હતા.

યહૂદી વિરોધીતામાં વધારો વચ્ચે મેલ્સ મોકલવામાં આવ્યા છે
આ ધમકીભર્યા ઈ-મેલ એવા સમયે મોકલવામાં આવ્યા છે જ્યારે અમેરિકાના પાંચ શહેરો અને અન્ય સ્થળોએ યહૂદી વિરોધીતા વધી છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે, પેલેસ્ટાઇનના સમર્થનમાં સેંકડો દેખાવકારો તાજેતરમાં અમેરિકાના ઘણા કોલેજ કેમ્પસમાં ઇઝરાયલનો વિરોધ કરતા જોવા મળ્યા છે.