May 4, 2024

આપણે બધા મરવાના છીએ, જિંદગીને આટલું બધું ગંભીરતાથી ના લો

અમદાવાદ: આપણે બધા મરવાના છીએ, જિંદગીને આટલુ બધું ગંભીરતાથી ના લો. નવા ઉદ્યોગકારોને સંબોધિત કરતા જોરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથે આ નિવેદન આપ્યું છે. નિખિલે કહ્યું કે, જોખમ લેવાની ડરવાની જરૂર નથી, કારણ કે આપણે બધા મરવાના છીએ. તેમણે એન્ટરપ્રેન્યોરનો રસ્તો પસંદ કરવા વાળા લોકોને કહ્યું કે, નાની નાની અસફળતાઓથી ચિંતા કરવાની જરૂર નથી. સ્કુલ છોડીને નિખિલે પોતાનો કારોબાર શરૂ કર્યો. ઘણી મુશ્કેલીઓ હોવા છતાં પણ તેઓ આજે એક સફળ બિઝનેશ મેન છે. તેમનું નામ ભારતના કરોડપતિ ઉદ્યોગપતિઓમાં શામેલ છે. તેમણે આ કાર્યક્રમમાં પોતાના અનુભવો જણાવ્યા હતા.

જિંદગીને એન્જોય કરો
નિખિલ કામથે યુવા એન્ટરપ્રોન્યોરને કહ્યું કે, જ્યારે પણ કંઈ નાની ઘટના થઈ છે. તેનો જેટલો પ્રભાવ થવો જોઈએ તેના કરતા વધારે મે તેને મારા પર હાવી થવા આપ્યું. આથી મે એક આદર્શ વિચારનો માનવાનું શરૂ કર્યું કે, ગમે તેટલી મહેનત કરશો, તો પણ કેટલીક વસ્તુઓ રહી જ જશે. તમે સ્કુલ અને કોલેજમાં અન્ય દોષતોની ઈર્ષા કરો, તમને જે છોકરી પસંદ આવતી હોય એ તમને પસંદ ના કરે, જીવનમાં આવુ ઘણું બઘુ છે. આથી દરેક વસ્તુને ગંભીરતાથી ના લો. જીવનને બને તેટલું વધારે એન્જોય કરો.

આ પણ વાંચો: નવસારી લોકસભા બેઠક પર આખા દેશની નજર કેમ? જાણો A to Z માહિતી

દરેક વસ્તુથી ડરતો હતો
3 અરબ ડોલરની સંપત્તિના માલિક નિખિલ કામથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો શેર કરીને કહ્યું કે, જેમાં તેમણે કહ્યું કે ચિંતાઓની વચ્ચે પણ લાઈફને એન્જોય કરો. મોટો થયો એ સમયે મને સ્કુલથી નફરત હતી. હું સ્કુલના તમામ ટીચર અને તમામ વસ્તુઓથી ડરતો હતો. તો તમે આવા જરા પણ ના બનતા. આ તમામ વસ્તુઓ એક સમય સુધી જ મર્યાદિત હોય છે. દુનિયાના હિસાબે ચાલવું એ માત્ર આપણો સમય બગાડે છે.

કામથે ડબ્લ્યૂટીફંડ કર્યું લોન્ચ
મહત્વનું છે કે કામથે હાલમાં જ ડેબ્લ્યૂટીફંડ લોન્ચ કર્યો છે. જે 25 વર્ષ અને તેનાથી નાની ઉંમરના યુવા ઉદ્યોગકારોને ફંડ આપે છે. આ ફંડ તેજ યુવા ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે જે પોતાના ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવાની ક્ષમતા ધરાવે છે.