January 23, 2025

વિરાટ કોહલી અનુષ્કાનો કિર્તન કરતો વીડિયો વાયરલ

Virat Kohli: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની છે. રોહિત મેચ દરમિયાન કે રમતના મેદાનમાં ના હોવા છતાં ચર્ચામાં રહે છે. ફરી એક વાર  વિરાટ અને અનુષ્કાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આ બંનેએ કૃષ્ણ દાસ કીર્તનમાં ભાગ લીધો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કોહલી અને અનુષ્કાએ કિર્તનમાં ભાગ લીધો
વર્ષ 2024ના કરવા ચોથના અવસર પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈમાં એકસાથે જોવા મળ્યા હતા. બંનેએ પૂજામાં ભાગ લીધો હતો. કૃષ્ણ દાસ કીર્તનમાં બંનેએ ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અનુષ્કાએ સફેદ આઉટફિટ પહેર્યો છે અને વિરાટે કેઝ્યુઅલ કપડા પહેર્યા હતા. બંને કીર્તન દરમિયાન સંગીતમાં ખોવાયેલા છે. અનુષ્કા કીર્તન ગાતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

ખરાબ પ્રદર્શન કર્યું
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાનું એટલું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું કે જેની કોઈ અપેક્ષા ના હતી. ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેન બંને ફ્લોપ સાબિત થયા હતા.