ગોવિંદાના લગ્નજીવનમાં પડી તિરાડ, પત્ની સુનિતા સાથે લેશે છૂટાછેડા!

Mumbai: ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાએ અલગ થવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. લગ્નના 37 વર્ષ પછી બંનેએ આ નિર્ણય લીધો છે. હાલ ગોવિંદા અને સુનિતાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. ગોવિંદા અને સુનિતા આહુજા ઘણીવાર ઘણા શોમાં સાથે જોવા મળતા હતા. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આ બોલિવૂડ કપલ છેલ્લા કેટલાક સમયથી એકબીજાથી અલગ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ssunita (@officialsunitaahuja)

મળતી માહિતી અનુસાર Reddit પર એક પોસ્ટ અનુસાર, ગોવિંદા છૂટાછેડા લેવા જઈ રહ્યો છે. સુનીતાએ તાજેતરના ઘણા ઇન્ટરવ્યુમાં ગોવિંદાના અફેર વિશે સંકેતો આપ્યા છે. તેઓ બંને અલગ-અલગ મકાનોમાં રહે છે કારણ કે તેમનો શેડ્યુલ મેચ થતા નથી. ગોવિંદા અને સુનિતા આહુજા છેલ્લા કેટલાક સમયથી અલગ રહી રહ્યા છે. અત્યાર સુધી ગોવિંદા કે સુનિતા આહુજાએ છૂટાછેડાની અફવાઓ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો: CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેશે, પહેલી પરિક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં; બીજી મે મહિનામાં

ઉલ્લેખનીય છે કે એક ઈન્ટરવ્યુમાં સુનિતા આહુજાએ કહ્યું હતું હું અને ગોવિંદા અલગ રહીએ છીએ. ‘અમારા બે ઘર છે, અમારા એપાર્ટમેન્ટની સામે એક બંગલો છે. મારા ફ્લેટમાં મારું મંદિર અને મારા બાળકો છે. તે તેની મીટિંગ પછી મોડો આવે છે ત્યારે અમે ફ્લેટમાં રહીએ છીએ.