December 20, 2024

સંદેશખાલીમાં ફરી હિંસા ફાટી નીકળી, TMC સમર્થકોની દુકાનોમાં આગચંપી

Sandeshkhali: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં સંદેશખાલી (Sandeshkhali)માં ફરી એકવાર અશાંતિનો માહોલ સર્જાયો હતો. ભાજપ સમર્થિત ઉપદ્રવિયો પર તૃણમૂલ કાર્યકર્તાઓની ત્રણ દુકાનોને આગ લગાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માહિતી મળતાં જ ફાયરમેન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તંગદિલીભર્યા માહોલને જોતા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. બસીરહાટ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રેખા પાત્રાના સમર્થનમાં વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારી સંદેશખાલીમાં રોડ-શોની દરખાસ્ત મૂકી છે.

પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સંદેશખાલીના ભંડારખાલી માર્કેટમાં મોદીખાના અને ચાની દુકાનમાં સવારે આગ લાગી હતી. આગમાં ત્રણ દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. તેમની પોતાની દુકાનોને આગ ચાંપી દેવામાં આવી તે ત્રણેય તૃણમૂલ સમર્થક છે. આ પિતરાઈ ભાઈઓ રણજીત મંડલ, બપ્પાદિત્ય મંડળ અને ઈન્દ્રજિત મંડલ ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે એસ.જયશંકરે ઇઝરાયલના વિદેશમંત્રી સાથે 17 ભારતીય નાગરિકોને મુક્ત કરવાની કરી માંગ

ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ
બંગાળી નવા વર્ષના દિવસે ત્રણ દુકાનોમાં આગચંપી થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. રણજીત, બપ્પાદિત્ય અને ઈન્દ્રજીતે ગુનેગારોની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. તૃણમૂલનો આરોપ છે કે ભાજપ ચૂંટણી પહેલા વિસ્તારમાં આતંકનું વાતાવરણ બનાવવા માટે અશાંતિ ફેલાવી રહી છે. બીજી બાજુ ભાજપ દ્વારા આ આરોપોને ફગાવી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ તૃલમૂલ સમર્થિક બદમાશો પર ભાજપના કાર્યકરના ઘરને આગ લગાડવાનો આરોપ હતો. જોકે, તૃણમૂલે આ આરોપોને નકારી કાઢ્યા છે.