November 16, 2024

ઓસ્ટ્રેલિયા મેચ જીતતાંની સાથે જ આ ટીમનું ભાગ્ય ખુલ્યું

Australia vs Scotland T20 World Cup 2024: ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર રીતે સ્કોટલેન્ડને હરાવી દીધું હતું. આ મેત દરમિયાન ઓસ્ટ્રેલિયાના 2 ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા મેચ જીતતાની સાથે જ એક ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

બે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાની ટીમે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં સ્કોટિશ ટીમને હરાવી દીધું છે. જેમાં સ્કોટિશ ટીમને 5 વિકેટથી હારવાનો વારો આવ્યો હતો. આ સાથે જ ટૂર્નામેન્ટમાં સ્કોટલેન્ડની ટીમની સફર પુર્ણ થઈ ગઈ છે. આ મેચ દરમિયાન સૌથી શાનદાર પ્રદર્શન બે ખેલાડીઓનું જોવા મળ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમની જીત થતાની સાથે ઈંગ્લેન્ડની ટીમને ફાયદો થઈ ગયો છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે જેમાંથી બે મેચમાં જીત મેળવી છે. ટીમનો નેટ રન નેટ પ્લસ 3.611 છે. સ્કોટલેન્ડના પણ પાંચ પોઈન્ટ પર છે. તેનો નેટ રન રેટ પ્લસ 1.255 છે, જે ઈંગ્લેન્ડ કરતા ઓછો હતો. આ કારણથી ઈંગ્લેન્ડની ટીમને ફાયદો થયો અને તે સુપર-8 માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.

આ પણ વાંચો: T20 World Cupમાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવશે ટીમ ઈન્ડિયા

સારૂ પ્રદર્શન કર્યું
ઓસ્ટ્રેલિયન ટીમ માટે 2 ખેલાડીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટ્રેવિસ હેડે અડધી સદી ફટકારી હતી. જોકે આ મેચમાં સ્કોટલેન્ડના બેટ્સમેનોએ પાછલી મેચોની સરખામણીએ સારૂ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ઓપનર જ્યોર્જ મુન્સીએ 35 રનનું યોગદાન આપ્યું હતું.બ્રેન્ડન મેકમુલાને અડધી સદીમાં તેણે 34 બોલમાં 6 સિક્સર સહિત 60 રનની ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.