May 21, 2024

વાહનોના વેચાણમાં થયો 11%નો વધારો

Car

દેશમાં આજકાલ લોકોને પોતાનું વાહન હોવાની ઘેલછા વધતી જ જઈ રહી છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો દેશમાં વાહન વેચાણમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. વાહન ડિલરોના સંગઠન ફાડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, વર્ષ 2023ના કેલેન્ડરમાં ઘરેલુ બજારમાં વાહનોની કુલ વેચાણ 2,38,67,990 રહી હતી. જે 2022ના વર્ષમાં 2,14,92,342 વાહનો વેચાયા હતા. આ વાહનોમાં ટૂ-વ્હિલર, ફોરવ્હિલર અને કમર્શિયલ વાહનો આ તમામ સેગમેંટમાં વધારો થઈ રહ્યો છે.

દરેક સેગ્મેન્ટમાં થયું વહેંચાણ

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનએ ડિસેમ્બર મહિનાના આધારે કુલ વાહનોના વેચાણમાં 30 ટકાથી વધુની નકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે, પરંતુ વાર્ષિક ધોરણે તેમાં 21 ટકાથી વધુનો વધારો થયો છે. FADA દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ડિસેમ્બર મહિનામાં કુલ 1990915 વાહનોનું વેચાણ થયું હતું. જેમાં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે. વાર્ષિક ધોરણે વેચાણમાં વધારો થયો છે. ડેટા અનુસાર, ડિસેમ્બર 2022 દરમિયાન દેશભરમાં કુલ 1643514 યુનિટ્સનું વેચાણ થયું હતું.

નકારાત્મકતા સાથે વધારો

FADA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડિસેમ્બર 2023 દરમિયાન પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં માસિક ધોરણે લગભગ 18.71 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે વાર્ષિક ધોરણે 2.65 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. માસિક ધોરણે ટુ-વ્હીલરના વેચાણમાં લગભગ 35.49 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે ગયા વર્ષની સરખામણીએ છેલ્લા મહિનામાં 27.56 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. થ્રી-વ્હીલર્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 36.40 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી હતી અને કોમર્શિયલ વાહનોના સેગમેન્ટમાં લગભગ 1.31 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.