વડોદરાના યુવાને સાપને CPR આપી જીવ બચાવ્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વડોદરાઃ શહેરમાં સાપને સીપીઆર પદ્ધતિથી કૃત્રિમ શ્વાસ પૂરી પાડી જીવ બચાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. એક યુવકે સાપને સીપીઆર આપ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો.
આ પ્રકારે સીપીઆર આપી સાપનો જીવ બચાવવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. યુવકે માઉથ ટુ માઉથ સીપીઆર આપી સાપનો જીવ બચાવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. સાપને એકથી દોઢ મિનિટ સુધી સીપીઆર પદ્ધતિથી શ્વાસ પૂરા પાડવામાં આવે છે અને ત્યારબાદ સાપ ફરીથી પહેલાંની જેમ હરતો ફરતો થઈ જાય છે.
આ ઘટના અંગે યુવક જણાવે છે કે, તેણે સીપીઆર પદ્ધતિથી સાપને શ્વાસ પૂરા પાડ્યા હતા. ત્યારબાદ અંદાજે પાંચ મિનિટ સુધી સાપને પોતાની પાસે રાખ્યો હતો. ત્યારબાદ પાણી પીવડાવ્યું હતું અને તે પહેલાંની જેમ બિલકુલ સ્વસ્થ થઈ ગયો હતો.