May 19, 2024

વાઘોડિયા વિધાનસભાની બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે ચૂંટણી લડવા તૈયારી બતાવી

vadodara vaghodiya assembly seat madhu shrivastav want ticket

મધુ શ્રીવાસ્તવ - ફાઇલ તસવીર

વડોદરાઃ વાઘોડિયા વિધાનસભાની બેઠક પર ગમે ત્યારે પેટાચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. મહત્વનું છે કે, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા સીટ ખાલી પડી હતી.

ત્યારે આ સીટ પરથી મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભાની ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી છે. ધર્મેન્દ્રસિંહનું નામ લીધા વગર તેમણે જણાવ્યુ છે કે, એમને બુદ્ધિશાળી માણસ મળ્યો હોવાથી રાજીનામું આપ્યું છે. જો એમની જગ્યાએ હું હોત તો રાજીનામું ન આપતો, પણ ભાજપ-કોંગ્રેસ બંને સાથે લડીને કામ કરાવી લેત. એક જ વર્ષમાં ફરીથી ચૂંટણી આવતા પ્રજાના બાકી રહેલા કામો હું પૂર્ણ કરવા ચૂંટણી લડીશ.’

તેમણે કહ્યુ હતુ કે, કોઈપણ પાર્ટી ટિકિટ આપશે તો તેમની ટિકિટ લઈને લડીશ, નહીંતર અપક્ષ પણ ચૂંટણી લડવા મામલે તૈયારી દર્શાવી હતી. તેમણે પ્રજાના બાકી રહેલાં કાર્યો પૂરા કરવા માટે ચૂંટણી લડવા અને જીત મેળવવા માટે વાત કરી હતી.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યું હતું
વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપ્યા બાદ વિધિવત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા ધર્મેન્દ્રસિંહે મધુ શ્રીવાસ્તવ પર કટાક્ષ કરી કહ્યું હતું કે, એક પૂર્વ ધારાસભ્ય છે જે લગ્ને લગ્ને કુંવારા છે. તેવો કટાક્ષ વાઘેલાએ કર્યો હતો. સાથે જ લડવું હોય તો મેદાન ખુલ્લું છે. મને કાર્યકર્તાઓ અને સમર્થકો પર વિશ્વાસ છે. આ વખતે લોકસભાની સીટ 400ને પાર જશે. વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસનો સફાયો થયો છે. અન્ય કોઈપણ પાર્ટીનું બુથ પણ નહી પડે તેવું નિવેદન કર્યું હતું. સાથે જ 1.5 લાખ મતોથી વાઘોડિયામાં જીત થશે.