September 8, 2024

MSUના વીસીના બંગલે વિરોધ, 200 વિદ્યાર્થી સામે ફરિયાદ; 1-1 રૂપિયો ઉઘરાવી વિરોધ

વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના બંગલા પર મેસની ફીમાં કરેલા વધારા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે 200 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ ફરિયાદ દાખલ થતાં AGSUએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. આ વિદ્યાર્થી સંગઠને આખી યુનિવર્સિટી કેમ્પસમાંથી 1-1 રૂપિયો ઉઘરાવ્યો હતો. વીસીના બંગલા પર વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા 2 હજાર રૂપિયાના નુકસાનની ભરપાઈ વિદ્યાર્થીઓ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. તે સંદર્ભ 200 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને તેના વિરોધમાં 1-1 રૂપિયો ઉઘરાવીને વિરોધ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ આ રૂપિયા લઈને વીસીના બંગલે જશે અને તેમને 2 હજાર રૂપિયા આપશે. આ ઉપરાંત આગામી સમયમાં ફરિયાદ પાછી નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.