December 31, 2024

ઓડિયો વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ, ઇન્ટર્ન તબીબની ધરપકડ

vadodara gotri hospital intern doctor misdemeanor student police arrested accused

આરોપી નિર્ભય જોશીની પોલીસે ધરપકડ કરી છે

વડોદરાઃ શહેરમાં બળાત્કારની એક ઘટના સામે આવી છે. જેમાં MBBSની વિધાર્થિની સાથે ઈન્ટર્ન તબીબે દુષ્કર્મ આચર્યું છે. ત્યારે વિદ્યાર્થિનીએ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં તબીબ સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, ગોત્રી મેડિકલ કોલેજમાં આ ઘટના બની છે. ગોત્રીની મેડિકલ કોલેજની છત પર રાતના સમયે તબીબે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. તબીબે વિદ્યાર્થિનીને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપીને બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારે પીડિતાની મેડિકલ તપાસ દરમિયાન તેના ગળાના ભાગે ઇજાના નિશાન છે. ત્યારે હવે બંનેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. હાલ આ મામલે વિદ્યાર્થિનીએ ઇન્ટર્ન તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તો પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદને આધારે ઇન્ટર્ન તબીબની ધરપકડ કરી છે. ગોરવા પોલીસે ગાંધીનગરના ઇન્ટર્ન ડોક્ટર નિર્ભય જોશીની ધરપકડ કરી છે. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.