August 21, 2024

ગુજરાતનો અનોખો બીજ બેન્કર, 4 વર્ષમાં દુર્લભ વૃક્ષોના 10 કરોડ બીજનું કર્યું વેચાણ

હેરાતસિંહ રાઠોડ, વલસાડ: ગુજરાતના વલસાડમાં એક શિક્ષકે બીજ બેન્કનું અનોખુ કામ કર્યું છે. વલસાડના યુવાન ગુજરાતી શિક્ષકે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડનાં જંગલોમાંથી હજારો પ્રકારના બીજ એકત્રિત કર્યા છે. એટલું જ નહિ ગુજરાતના અનોખા બીજ બેન્કરે 4 વર્ષમાં દુર્લભ વૃક્ષોનાં 10 કરોડ બીજનું વેચાણ કરીને અનોખી સિદ્ધિ પણ મેળવી છે. બીજ એકત્રીકરણ, સંગ્રહ, સંવર્ધન અને વિતરણ પાછળ આ બીજ બેન્કર શિક્ષકને વર્ષે 50થી 60 હજારનો ખર્ચ આવે છે. તો કોણ છે આ અનોખો બીજ બેન્કર… તે જાણવું ખરેખર રસપ્રદ છે.

વલસાડના વતની અને સેગવીની સર્વોદય હાઈસ્કૂલના ગુજરાતી વિષય શિક્ષકને ગુજરાતના બીજબૅન્કર કહીએ તો ખોટું નથી. 28 વર્ષનો આ યુવાન રાજ્યમાં દુર્લભ એવાં વૃક્ષોનાં બીજ એકઠાં કરવા જંગલો ખૂદે છે, તેનો સંગ્રહ કરે છે. સંવર્ધન કરે છે અને નિઃશુલ્ક વિતરણ કરે છે. 4 વર્ષમાં નહીંનહીં તોય આવાં 10 કરોડ બીજનું વિતરણ કર્યું છે. ‘હરતીફરતી બીજબૅન્ક’ ચલાવતા નીરલકુમાર પટેલનું વતન વલસાડ પરંતુ પિતાની નોકરીને કારણે બનાસકાંઠા માં રહેતા હતા નિરલ પર્યાવરણ થી ક્યારેય રૂબરૂ નથી મળ્યા પરંતુ બીજથી જોડાયેલા છે જેથી હવે તેઓ પ્રકૃતિ સાથે પણ જોડાયા છે.

બાળપણ અને અભ્યાસ કર્યો પ્રકૃતિપ્રેમી ને એવાંબધાં કાર્યો કર્યાં પરંતુ એક વાર વનવિભાગની વેબસાઇટ પર રાજ્યનાં દુર્લભ વૃક્ષોની યાદી વાંચી જેમાં રાજ્યમાં 100થી વધુ દુર્લભ વૃક્ષો હોવાનું જાણી નીરલ પટેલે 12મા ધોરણમાં જૂના સિક્કા સંગ્રહવાના શોખને દુર્લભ વૃક્ષોનાં બીજનો સંગ્રહ કરવામાં બદલી નાખ્યો. દુર્લભ વૃક્ષોને સુલભ બનાવવા માટે જંગલોમાંથી બીજ લાવીને નિઃશુલ્ક વિતરણ કરવાનું કાર્ય શરૂ કર્યું. દાંતામાં શિક્ષકની નોકરી શરૂ કરી ત્યારે ગુજરાતથી રાજસ્થાન સુધી પથરાયેલી અરવલ્લીની ગિરિમાળાઓ ખૂંદીને બીજ એકઠાં કર્યાં. કોરોના ટાણે લોંકડાઉન આવ્યું એટલે જંગલોમાં જવાનું વધુ સરળ બન્યું. જોકે મહિને 6થી 7 હજારનો ખર્ચ પણ થાય છે.

નીરલ પટેલનું સેવાકાર્ય સોશિયલ મીડિયાને કારણે રાજ્ય બહાર પણ વખણાયું છે અને એટલે જ ઘણા લોકો પોતાના વિસ્તારનાં દુર્લભ વૃક્ષોનાં બીજ તેમને મોકલે છે. લગભગ 50 લોકો તેમને આ રીતે બીજ મોકલે છે પરંતુ મજાની વાત એવી છે કે આ લોકો ક્યારેય પ્રત્યક્ષ મળ્યા નથી. માત્ર ટેલિફોનિક વાતચીત જ થાય છે.

સર્જ્યા આટલા વિશ્વ રેકોર્ડ
નીરલ પટેલે 4 વર્ષમાં ‘ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ’, ‘Omg બુક ઓફ રેકોર્ડ’, ‘ઇન્ટનેશનલ બુક ઓફ રેકોર્ડ’, ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન બનાવી લીધું છે. ઉત્તર પ્રદેશના તત્કાલિન રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે પ્રકૃતિ સંરક્ષક એવૉર્ડ’ પણ લીધો છે. જંગલમાં જઈને બીજ લાવવા, તેનો સંગ્રહ કરવો, બગડી ન જાય તે માટે એન્ટી ફંગસ સ્પ્રે સહિતની દવાઓથી જતન કરવું. પોસ્ટ કે કુરિયર થકી મોકલવાનું કામ મહેનત માગી લે તેવું તો છે જ. સાથેસાથે આ બધા માટે મહિને 6થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. નીરલ પટેલે ઘરની રવેશને જ બીજ સંગ્રહનું સ્થાન બનાવી દીધી છે.