December 19, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન, ગુજરાતમાં અમિત શાહના તમામ કાર્યક્રમ રદ્દ

AMIT - NEWSCAPITAL

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બહેનનું નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં તેમની બહેનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું નિણધન થતાં બનાસકાંઠા અને ડિફેન્સ યુનિવર્સિટી ખાતે અમિત શાહનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં અમિત શાહના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.AMIT - NEWSCAPITAL

ગુજરાતમાં આજે અમિત શાહના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે ગુજરાતના તમામ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બહેનના નિધનના કારણે તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. તેમની બહેનને વધુ સારવાર અર્થે મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. જેની જાણ થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીધા મુંબઈ પહોંચી ગયા હતા. અમિત શાહની બહેનની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અમિત શાહ પોતાની બહેનની પૂછપરછ કરવા સીધા જ મુંબઈમાં પ્રવેશ્યા હતા. જ્યાં તેઓ તેમની બહેનને મળ્યા હતા. અમિત શાહ મુંબઈ આવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ પણ વાંચો : Breaking News : દહેગામન લીહોડા ગામમાં દેશી દારૂ પીવાથી 2 ના મોત, ત્રણની હાલત ગંભીર

ડોક્ટર સાથે ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી 

આ દરમિયાન અમિત શાહે તેમની બહેન સાથે વાતચીત કરી હતી. તેમજ તબીબો સાથે ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી હતી. અમિત શાહ સાથે કેટલાક તેમના સંબંધીઓ પણ હતા. તે લગભગ બે કલાક તેમની બહેન સાથે રહ્યા હતા. આ તેમની અંગત મુલાકાત હતી. મુખ્યમંત્રી શિંદે પણ 15 થી 20 મિનિટ સુધી હોસ્પિટલમાં રોકાયા હતા. શિંદે શાહની બહેનને પણ મળ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. શિંદેએ પણ ડોક્ટર સાથે ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી હતી. અમિત શાહ મુંબઈ આવ્યા હોવાની જાણ થતાં જ હોસ્પિટલની આસપાસ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.