કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થલતેજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યું
Amit Shah Ahmedabad Visit: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા પ્રહલાદનગર વિસ્તારને વધું એક સુવિધા મળી ગઈ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મકરબામાં નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમને ખુલ્લું મૂકયું છે. આ સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમ આધુનિક સુવિધા સાથે સજ્જ છે. જે આસપાસના વિસ્તારના લોકો માટે ખૂબ જ સારી સુવિધા અને ઉપયોગી બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે AMCના વિવિધ વિકાસ કામોનું ખાત મુહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરમાં અમિત શાહના હસ્તે રૂ 1003 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે બાદ આજે પાંચ તળાવ પાસે અમિત શાહ જાહેર સભા પણ કરશે. શાહે આજે થલતેજ સ્થિત ઓક્સીજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેઓ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને વિકાસકાર્યોની ભેટ આપી,
ગૃહમંત્રીએ થલતેજમાં ઓક્સીજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યું..#AmitShah #AMC @AmitShah #Ahmedabad @AmdavadAMC#Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/n1A6L4RIc3— NewsCapital Gujarat (@NewsCapitalGJ) August 18, 2024
આજે બપોરે 12.30 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે ભારતમાં આવેલા શરણાર્થી ભાઈઓ-બહેનોને CAA અંતર્ગત નાગરિકતા પ્રદાન કરશે. પડોશી દેશોમાંથી ધાર્મિક અત્યાચારને કારણે ભારતમાં આવેલા શરણાર્થી જેઓ દાયકાઓથી અન્યાયનો સામનો કરી રહ્યા હતા, તેઓને મોદી સરકાર CAA અંતર્ગત નાગરિકતા આપી રહી છે જેથી તેઓ સન્માન સાથે પોતાનું જીવન વહન કરી શકે.
સાંજે 6.30 કલાકે નારણપુરા વિધાનસભામાં નવનિર્મિત મામલતદાર કચેરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે અને સાંજે 6.45 કલાકે બત્રીસી ભવન, સુભાષબ્રિજ ખાતે નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને સંબોધશે.