January 23, 2025

 KKR vs SRH: એક દેશના બે ખેલાડી આજે સાંજે સામસામે

અમદાવાદ: શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે. આ વખતેની સીઝનના કોલકાતાના સૌથઈ મોંઘા ખેલાડી સ્ટાર્ક અને ઓસ્ટ્રેલિયાના જ ખેલાડી કમિન્સ વચ્ચે ટક્કર થશે. કોલકાતા ટીમનો કેપ્ટન શ્રેયસ ઐયર એક લાંબા સમય બાદ મેદાન પર જોવા મળશે. ટોસ કોણ જીતે છે એના પર આધાર રહેલો હોવાનું માનવામાં આવે છે. જ્યારે એક સમયના કોલકાતા ટીમના કેપ્ટન ગૌતમ ગંભીર આ વખતે મેન્ટર તરીકે જોડાયા છે. સ્ટાર્ક આ સીઝનનો સૌથી મોંઘો ખેલાડી છે. તેથી આ પ્રેશર સાથે તે મેદાને ઊતરશે.પાવર પ્લે અને ડેથ ઓવરમાં બન્ને ટીમની કસોટી થશે.

આશા જીવંત કરશે
બોલિંગની વાત કરવામાં આવે તો કોલકાતાની ટીમમાં સુનિલ, વરૂણ ચક્રવર્તી અને સુયશ વર્મા જેવા ખેલાડીઓ છે. જે કોઈ પણ પીચ પર સારી રીતે સ્પીન કરી જાણે છે. જ્યારે કમિન્સની વાત કરવામાં આવે તો 20.50 કરોડમાં એની ખરીદી કરવામાં આવી હતી. બોલર તરીકે એને આપણા દેશના ભૂવનેશ્વરનો સાથ મળી રહેશે. સૌથી વધારે ફોક્સ શ્રેયસ ઐયર પર રહેશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ત્રીજી મેચ બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે. IPL 2016 ની વિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદ બે વખતની IPL વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.મિશેલ સ્ટાર્ન નવ વર્ષ બાદ IPLમાં વાપસી કરી રહ્યો છે. લેફ્ટી ફાસ્ટ બોલર લગભગ એક દાયકા બાદ KKRના ચાહકોને ખિતાબ જીતવાની નવી આશા જીવંત કરશે.

ટીમ કોલકાતાઃ રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, શ્રેયસ અય્યર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી, એચ રાણા.

ટીમ હૈદરાબાદ ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, પેટ કમિન્સ (c), શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.