December 19, 2024

Uday Saharanએ તોડ્યો ભારતીય કેપ્ટનનો આ રેકોર્ડ

U19 World Cup 2024ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે હારવાનો વારો આવ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન ઉદય સહારને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અંડર-19 વર્લ્ડ કપ 2024 દરમિયાન ભારતીય ટીમની સફર ખૂબ જ શાનદાર જોવા મળી હતી. પરંતુ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 79 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતને હારવાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઉદય સહારને એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધીમાં કોઈ ભારતીય કેપ્ટનના નામે નથી.

વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો
તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં બેટ્સમેન તરીકે ઉદય સહારન ખૂબ જ સફળ રહ્યો હતો. તેણે 7 મેચમાં 56.71ની શાનદાર એવરેજથી 397 રન બનાવ્યા. આ મેચ દરમિયાન ઉદય સહારને એક સદી અને ત્રણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. અંડર-19 વર્લ્ડ કપ 2024નો ઉદય સહારનટોપ સ્કોરર હતો. ખાસ અને મહત્વની વાત એ છે કે ભારતનો પહેલો કેપ્ટન છે જે આ ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર બન્યો છે. આ પહેલી વખત બન્યું છે કે જેમાં કેપ્ટન ટોપ સ્કોરર બન્યો છે. આ પહેલાની વાત કરવામાં આવે તો 4 ભારતીય ખેલાડીઓ અલગ-અલગ એડિશનમાં ટોપ સ્કોરર બની ચૂક્યા છે પરંતુ તે કોઈ ટીમનો કેપ્ટન ના હતા.

વર્લ્ડ કપમાં ટોપ સ્કોરર
શિખર ધવન- 2004 (505), ચેતેશ્વર પૂજારા- 2006 (349), તન્મય શ્રીવાસ્તવ- 2008 (262), યશસ્વી જયસ્વાલ- 2020 (400), ઉદય સહારન- 2024 (397) ઓસ્ટ્રેલિયાએ આ પહેલા વર્ષ 1988, 2002 અને 2010માં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ વર્ષેના ભારતીય ક્રિકેટ ટીમોએ ત્રણ ICC ટૂર્નામેન્ટ રમવાની છે. અત્યારની વાત કરવામાં આવે તો ભારતીય અંડર-19 ટીમ દક્ષિણ આફ્રિકામાં અંડર-19 T20 વર્લ્ડ કપ રમી રહી છે. મેન્સ ટી20 વર્લ્ડની જો વાત કરવામાં આવે તો જૂનમાં રમાશે. મહિલા ટી20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો વર્ષના અંતમાં રમાશે.