December 26, 2024

ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ પહેલાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનનું મોટું નિવેદન

Under 19 World Cup: ટીમ ઈન્ડિયા રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચ રમવા જઈ રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઉદય સહારનું એક નિવેદન સામે આવ્યું છે. ખાસ વાત તો એ છે કે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ટીમ ક્યારેય અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવી શકી નથી.

ટુર્નામેન્ટ અંતિમ તબક્કામાં
ભારત અને ઓસ્ટ્રેલિયા રવિવારના રોજ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે ટુર્નામેન્ટની ફાઇનલ રમશે. ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમોએ દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એક પણ મેચ હાર્યા બંને ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ફાઈનલ મેચ પહેલા ઈન્ડિયા અંડર-19 ટીમના કેપ્ટન ઉદય સહારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે ટીમ અબજો સપનાઓ સાથે લઈને જઈ રહી છે અને “તેનો ઉદ્દેશ્ય વારસો બનાવવાનો છે. આઈસીસીને આ વિશે કહ્યું કે જેમ જેમ આપણે વર્લ્ડ કપ ફાઈનલની નજીક જઈ રહ્યા છીએ, એમ આપડે અબજો સપના અમારા પર છે.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આ વાત કહી
ઓસ્ટ્રેલિયન કેપ્ટન, હ્યુગ વાઇબગન પણ કહ્યું કે પાકિસ્તાન સામેની નજીકની મેચ બાદ ફાઈનલમાં પ્રવેશ કરીને અમે ખરેખર ખુશ છીએ અને અમે રવિવારે ફાઇનલમાં ભારતનો સામનો કરવા માટે રાહ જોઈ શકતા નથી.” વધુમાં કહ્યું કે આખી ટીમે આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.ભારત વિશે તેણે વાત કરતા ભારતની અત્યાર સુધીની ટૂર્નામેન્ટ શાનદાર રહી છે અને તે એક ક્લાસ ટીમ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ અમને પડકાર આપે અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ.

માઈલસ્ટોન હાંસલ કર્યો
વોર્નરે ત્રણેય ફોર્મેટમાં તેની 100મી મેચમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. તેની કારકિર્દીની 100મી ઈન્ટરનેશનલ ટી20 મેચ હતી. આ મેચમાં અડધી સદી રમીને વોર્નરે એક એવો રેકોર્ડ બનાવ્યો છે. જે કોઈ પણ ખેલાડી માટે સહેલું હોતું નથી. ત્યારે વોર્નર ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં તેની 100મી મેચમાં 50 પ્લસ સ્કોર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તે વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકા સામેની તેની 100મી ટેસ્ટ મેચમાં 200 રન બનાવવામાં સફળ રહ્યો હતો.