May 3, 2024

300 વર્ષમાં પહેલી વાર બેણેશ્વર ધામ જશે રાષ્ટ્રપતિ

રાજસ્થાન: સંત માવજી મહારાજની તપોભૂમિ, સોમ-માહી અને જાખમનું ત્રિવેણી સંગમ જ્યાં થાય છે. એ સ્થળે દર વર્ષે હજારો આદિવાસીઓ પોતાના પૂર્વજોને તર્પણ આપવા માટે જાય છે. આદિવાસી સમાજના હરિદ્વાર તરીકે જાણીતા બેણેશ્વર ધામ પર પહેલી વખત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પહોંચવાના છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરનાર રાષ્ટ્રપતિ તેમનુ પદ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત બેણેશ્વર ધામ જવાના છે. જ્યાં તેઓ 10 હજારથી વધુ મહિલાઓને સંબંધિત કરશે.

દર વર્ષ યોજાય છે વિશાળ મેળો
બેણેશ્વર ધામાનું પોતાનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે. અહીં પણ દર વર્ષે માગસર મહિનાની એકાદશી પર રાષ્ટ્રીય સ્તર પર મેળો ભરાય છે. આ મેળામાં લગભગ દસખી વધારે લોકો અલગ અલગ રાજ્યમાંથી આવે છે. અહીંની ભૂમિમાં સંત માવજી મહારાજનું સત છે. માવજી મહારાજે લગભગ 300 વર્ષ પૂર્વે માહી, સોમ અને જોખમ નદીના સંગમ સ્થાન બેણેશ્વરમાં તેમણે તપ કર્યુ હતું. તેમના દ્વારા જનજાતિ સમાજ(આદિવાસી)માં સામાજિક ચેતના જાગૃત કરવા માટે પ્રયત્ન કર્યા છે. તેમની યાદમાં દર વર્ષે બેણેશ્વર ધામ પર માગસર પૂર્ણિમા પર સૌથી મોટો આદિવાસી મેળો ભરાય છે.

કોણ છે સંત માવજી મહારાજ?
સંત માવજી મહારાજ વિક્રમ સંવત 1771ના માગસર શુક્લ પાચમના સાબલામાં દાલમ ઋષિના ઘરે માતા કેસરબાઈને ત્યાં તેમનો જન્મ થયો હતો. તેમણે કઠોર તપ અને તપસ્યા કરી. આ ઉપરાંત સંવત 1784માં માગસર શુક્લ અગ્યારસના લીલાવતારના રૂપમાં સંસારની સામે આવ્યા. માવજી મહારાજને સામ્રાજ્યવાદના અંત, પ્રાજાતંત્રની સ્થાપના, અછુતોદ્વાર, પાંખડ અને કળિયુગના પ્રભાવોમાં વૃદ્ધિ, પરિવેશ, સામાજિક અને સાંસારિક પરિવર્તનો પર સ્પષ્ટ ભવિષ્યવાણી કરી હતી. જેને જાણીતા નોસ્તોદમસથી પણ સટિક ભવિષ્યવાણી આજે પણ લાગુ થાય છે. જેમાં માવજી મહારાજે આજથી 250 વર્ષ પહેલા કહ્યું હતું કે, ઘઉં અને ચોખા રાશનની દુકાનમાં મળશે.

આજે પણ 4 પુસ્તકો છે સંગ્રહિત
માવજી મહારાજે તેમના જીવન કાળમાં 5 પુસ્તકો લખ્યા હતા. જેમાંથી 4 પુસ્તકો આજે પણ સંગ્રહિત કરીને લાખેલા છે. મેઘસાગર, સામ સાગર, પ્રેમ સાગર અને રતન સાગર તેમના પુસ્તકના નામ છે. જેમાં ગીતાજ્ઞાનનો ઉપદેશ, ભોગોલિક પરિવર્તનની ભવિષ્યવાણી જેવા અનેલ લખાણો તેમણે લખ્યા હતા. આ ઉપરાંત તેમણે ધર્મોપદેશ, ભૂગોલ, ઈતિહાસ તથા ભાવી ઘટનાઓની પ્રતિકાત્મક જાણકારી આપી છે.

સત્ય થઈ રહી છે ભવિષ્યવાણી
માવજી મહારાજે તેમની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે એક સમયે ગુજરાતનો ડંકો દિલ્હીમાં વાગશે. આ ભવિષ્યવાણીને આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત તેમના અનુસાર ગુજરાતનો એ વ્યક્તિ જે દિલ્હીમાં હશે તેના કારણે ભારતને સમગ્ર વિશ્વમાં ખ્યાતના મળશે. આ વાત પણ આજે સાચી કહી હોય તેવું દેખાઈ રહ્યું છે.