December 16, 2024

આજે નાસ્તામાં ઘરે ટ્રાય કરો મિક્સ વેજ મેયો સેન્ડવીચ..!

Sunday Food: ઘરમાં બપોર અને રાતના જમવાની જેમ સાંજે નાસ્તો શું બનાવવાનો તેની મથામણ ચાલતી હોય છે. તેમાં પણ આજે રવિવાર છે. ઘરના બઘા સદસ્ય એક સાથે આજે ઘરે હોય છે. ત્યારે બધાને પસંદ આવે તેવી વાનગી બનાવવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. જો તમને કંઈ પણ બનાવવાનો ઓપશન ન મળ્યો હોય તો ચિંતા ન કરો. આજે અમે તમારા માટે એકદમ સરળ અને ઝટપટ બની જાય તેવી મિક્સ વેજ મેયો સેન્ડવીચની રેસીપી લઈને આવ્યા છીએ.

સામગ્રી
6 બ્રાઉન બ્રેડના ટુકડા
1 કપ ડુંગળી
1/2 કપ કેપ્સીકમ
1 કપ ટામેટા
1/2 કપ સ્વીટ કોર્ન
1/2 કપ કોબીજ
2 ચમચી મેયોનેઝ
1/4 ચમચી ચાટ મસાલો
1/4 ચમચી લાલ મરચું પાવડર
1/4 ચમચી શેકેલું જીરું પાવડર
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ માખણ

રીત
– સૌ પ્રથમ એક વાસણમાં તમામ શાકભાજી, મેયોનીઝ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર અને મીઠું મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
– બ્રેડની સ્લાઈસ પર એક ચમચી મિશ્રણ મૂકો અને તેને બીજી બ્રેડથી ઢાંકી દો.
– મધ્યમ આંચ પર એક તવા પર માખણ નાંખો અને તેને ગરમ કરવા રાખો.
– બ્રેડ મૂકો અને તેને બંને બાજુ હળવા સોનેરી રંગનું થાય ત્યાં સુધી બેક કરો.
– બધી સેન્ડવીચને આ જ રીતે તૈયાર કરો.
– મિક્સ વેજ મેયો સેન્ડવીચ તૈયાર છે.
– તેને ગરમાગરમ સર્વ કરો.