May 21, 2024

Car Towing Hacks: તમારી કારને ટ્રાફિક પોલીસે ઉપાડી લીધી? બસ આ કરો

આજના સમયની મોટી સમસ્યા એટલે પાર્કિંગ. કોઈ પણ જગ્યા પર ગયા હોય પહેલી ચિંતા પાર્કિંગની થાય છે. ઘણી વખત એવું થતું હોય છે કે પાર્ક કરેલી ગાડીને પોલીસ તેની સાથે લઈ જાઈ છે. એ સમયે ખબર નથી પડતી કે શું કરવું? કાર ટોઈંગ કર્યા પછી પોલીસ શું કરે છે, કાર કેવી રીતે પાછી આવે છે અને ટોઈંગ કરતી વખતે કારને નુકસાન થાય છે તો નુકસાનની ભરપાઇ કોણ કરે છે? આ તમામ સવાલોના જવાબ જાણો અમારા આ અહેવાલમાં

કોર્ટમાં જવું પડશે
જો પોલીસની બેદરકારીના કારણે તમારા વાહને કોઈ નુકશાન થાય છે તો તમે કોર્ટમાં જઈ શકો છે. જેની કિંમત પોલીસને ભોગવવી પડી શકે છે. પોલીસની બેદરકારીનો દાવો તમે કોર્ટમાં કરી શકો છો. નો પાર્કિંગ સ્પોટ પરથી કાર ટોઈંગ કર્યા પછી, પોલીસ તેને સામાન્ય રીતે પોલીસ સ્ટેશન અથવા પોલીસ દ્વારા નિયુક્ત અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય છે.જો તમારી સાથે પણ એવું થાય છે તો તમે પોલીસ કંટ્રોલ રૂમ પરથી માહિતી મેળવી શકો છો. આ સાથે તમે નજીકમાં આવેલા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને તમારા વાહનની માહિતી મેળવી શકો છે. લોકેશન પર કોઈ પોલીસ હાજર હોય તો તમે તેને પણ પૂછી શકો છો.

આ પણ વાચો: Tata Motorsએ મારુતિ સુઝુકીને કહ્યું ‘ટાટા’, બની સૌથી મૂલ્યવાન કંપની

શું કરવું?
પોલીસ નો પાર્કિંગ સહિતના અનેક કારણોસર કારને ટો કરે છે. જો તમે નો પાર્કિંગ ઝોન જેવી ખોટી જગ્યાએ તમારી કાર પાર્ક કરો છો, તો પોલીસ તમારી કારને લઈ જઈ શકે છે. આ સિવાય જો પોલીસને શંકા હોય કે તમારી કારનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃતિ માટે થયો છે તો તમારી કારને ટોઈંગ પણ કરી શકાય છે. પોલીસ સ્ટેશન પર જાઓ જ્યાંથી તમારી કાર લેવામાં આવી છે. ત્યાં તમારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ભરવો પડશે. 2003 માં, બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ કાર માલિક તેના વાહનને ટોઈંગ કરતી વખતે કોઈ નુકસાન સહન કરે છે, તો તે ટોઈંગ ઓપરેટર પાસેથી વળતરનો દાવો કરી શકે છે.

આ પણ વાચો: દાયકાઓ જૂની લુના નવા રંગ-રૂપ સાથે ફરી આવશે માર્કેટમાં…