January 16, 2025

હોળીમાં વેપારીઓ થયા ખુશ, ‘વોકલ ફોર લોકલ’નો દબદબો

Holi Shopping: રંગોના તહેવાર હોળીએ વેપારીઓ માટે રોનક લઈને આવ્યું છે. લોકોએ બજારમાં જોરદાર ખરીદી કરીને વેપારીઓને ખુશ કરી નાંખ્યા છે. સંગઠનો દ્વારા કરવામાં આવેલા એક સરવેમાં જાણવા મળ્યું છે કે, 50 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેની ખરીદી થઈ છે. આ આંકડામાં હજુ પણ વધારો થશે તેવી આશા છે. આ ઉપરાંત બજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકરની અસર સ્પષ્ટ દેખાઈ છે.

હોળીએ બજારમાં પ્રાણ પૂર્યા
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના સર્વેમાં જાણવા મળ્યું છે કે હોળીએ બજારને પુનર્જીવિત કર્યું છે. આત્મનિર્ભર ભારત મિશનને માત્ર ઉદ્યોગપતિઓએ જ નહીં પરંતુ જનતાએ પણ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. CATના ડેટા મુજબ આ વખતે હોળીના દિવસે ચાઈનીઝ સામાનનું વેચાણ સુસ્ત રહ્યું હતું.

લોકો ચાઈનીઝ વસ્તુઓ ખરીદવા માંગતા નથી
CATના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે 2020માં ગાલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ ચીનમાં બનેલા સામાન પ્રત્યે લોકોમાં પ્રતિકૂળ વલણ જોવા મળી રહ્યું છે. પહેલા ગ્રાહકો સસ્તો ચાઈનીઝ માલ જ માંગતા હતા. પરંતુ, હવે તેની વિચારસરણી બદલાઈ ગઈ છે. તેની સ્પષ્ટ અસર હોળીની ખરીદી પર જોવા મળી હતી. ચાઈનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર ચાલી રહ્યો છે. CAT ભારતને ચીનમાં બનેલા સામાનથી પણ મુક્ત કરવા માંગે છે.

આ પણ વાંચો: હોળીને લઇ યાત્રાધામ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર

પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
આ પહેલા પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તેઓએ રંગોના આ તહેવારને પ્રેમ અને સંવાદિતા સાથે ઉજવવો જોઈએ. હું આશા રાખું છું કે આ હોળી તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહથી ભરે. રવિવારે રાત્રે લોકોએ દેશભરમાં હોલિકા દહનના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.