January 25, 2025

BSNL-MTNL ના આ વીડિયોએ ખાનગી કંપનીઓનું વધાર્યું ટેન્શન, લાખો યૂઝર્સ ખુશ

BSNL અને MTNLના કરોડો યૂઝર્સને ખુબ જ જલ્દી ખુશખબરસ મળવાની છે. પબ્લિક સેક્ટરની કંપનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખાનગી ટેલિકોમ કંપનીઓની ઊંઘ ઉડાવી દીધી છે. BSNL Indiaએ આ વીડિયોથી યૂઝર્સને સંદેશ આપ્યો છે, જેમાં ખુબ જ જલ્દી સુપરફાસ્ટ કનેક્ટિવિટી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. BSNL હાલમાં 25 હજારથી વધુ મોબાઈલ ટાવરને અપડેટ કરવાનું કામ પૂર્ણ કરી લીધુ છે. ખુબ જ જલ્દી કંપની વધું નવા લોકેશન પર 4G ટાવરને અપડેટ કરવાની છે.

ખુબ જ જલ્દી મળશે સુપરફાસ્ટ કનેક્ટિવિટી
BSNL India એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક 14 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સુપરફાસ્ટ કનેક્ટિવિટી માટે તૈયાર રહેજો. આ વીડિયોની શરૂઆતમાં એક યૂઝર દ્વારા BSNLના નેટવર્કનો ઉપીયોગ કરતા વીડિયોકોલ કરતા દેખાડવામાં આવ્યો છે. ત્યાં જ વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખુબ જ જલ્દી BSNL અને MTNL શ્રેષ્ઠ કનેક્ટિવિટી પહોંચાડશે.

1 લાખ ટાવર લગાડાશે
BSNL અને MTNL ખુબ જ જલ્દી સુપરફાસ્ટ કનેક્ટિવિટી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. સરકારી ટેલિકોમ કંપની આખા દેશમાં 4G નેટવર્ક પહોંચાડવા માટે 1 લાખ મોબાઈલ ટાવર લગાવવાની છે, જેના માટે સરકાર 6000 કરોડ રૂપિયાનું ફંડ આપશે. દુરસંચાર વિભાગને ખુબ જ જલ્દી આ માટે કેબિનેટ પાસેથી અનુમતિ મળી શકે છે. સરકારી ટેલિકોમ કંપનીએ તાજેતરમાં જ 4G રોલ આઉટ માટે 6000 કરોડ રૂપિયાનું એડવાન્સ પરચેજ ઓર્ડર બહાર પાડ્યો છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય, ગેમઝોનના નિયમોમાં મોટો ફેરફાર; જાણો તમામ માહિતી

રિપોર્ટનું માનિએ તો BSNLના 7 હજાર 4G મોબાઈલ ટાવર દિવાળી સુધીમાં ચાલુ થઈ જશે. જેના પછી યૂઝર્સને નેટવર્ક કનેક્ટિવિટીની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. BSNL અને MTNL ના નેટવર્કની કનેક્ટિવિટી સારી થઈ ગયા બાદ ખાનગી ટેલિકોમ કંપનીઓની ઊંઘ હરામ થઈ શકે છે. તાજેતરમાં જ ખાનગી કંપનીઓએ પોતાના મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે, જેના પછીથી લાખો યૂઝર્સ BSNL નેટવર્કમાં પોતાનો નંબર સ્વિચ કરી રહ્યા છે.