December 17, 2024

ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ બાદ આ સ્ટાર થશે નિવૃત્ત

અમદાવાદ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ સીરીઝની શરૂઆત થાય તે પહેલા નીલ વેગનરે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે , આ શ્રેણીની પ્રથમ મેચ બાદ અન્ય એક સ્ટાર સંન્યાસ લઈ શકે છે.

સંન્યાસ લેશે
આ મેચ બાદ જે સ્ટારની સંન્યાસની વાત થઈ રહી છે તે સ્ટાર બીજું કોઈ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકાના અનુભવી અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ છે. મારીસ ઇરાસ્મસ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે. આ મેચ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં બેસિન રિઝર્વ ખાતે રમવામાં આવી રહી છે. જોકે મહત્વની વાત એ છે કે તેના નિર્ણયની અસર ICC અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર ભારે અસર પડી શકે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેણે નિવૃત્તિના નિર્ણયની ICCને જાણ કરી હતી.

ઇરેસ્મસે આ વિશે શું કહ્યું
ઇરેસ્મસે પોતાની નિવૃત્તિને લઈને કહ્યું કે મેં ગયા વર્ષે ઓક્ટોબરમાં નિર્ણય લીધો હતો અને મેં ICCને જાણ કરી હતી કે હું એપ્રિલમાં મારો કરાર સમાપ્ત કરીશ. ICC દ્વારા તેને ત્રણ વખત એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે ક્રિકેટમાં અમ્પાયરો માટે સર્વશ્રેષ્ઠ એવોર્ડ ડેવિડ શેફર્ડ ટ્રોફી આપવામાં આવી હતી. જોકે મહત્વની વાત એ છે કે ઇરાસ્મસે હજુ સુધી તેનું અમ્પાયરિંગનું કામ પૂર્ણ કર્યું નથી. હજુ માત્ર તેમણે જાહેરાત કરી છે. તે નિવૃત્તિ બાદ તે દક્ષિણ આફ્રિકાની સ્થાનિક સર્કિટમાં અમ્પાયરિંગ કરતા તમને જોવા મળી શકે છે.