May 19, 2024

ભારતીય ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો સનસનીખેજ દાવો

(Screen Grab)

અમદાવાદ: IPL રમી ચૂકેલા વિકેટકીપર-બેટ્સમેન શ્રીવત્સ ગોસ્વામીએ મેચ ફિક્સિંગને લઈને મોટો દાવો કર્યો છે. તેણે દાવો કરતા કહ્યું કે કોલકાતા લીગ ક્રિકેટમાં મેચ ફિક્સિંગ થયું છે. આ વિશે ક્રિકેટ એસોસિએશન બંગાળે પણ તપાસ કરવાની વાત કહી છે. જાણો શું છે સમગ્ર મામલો? આવો જાણીએ.

શુ છે આરોપ
ગોસ્વામીએ ગુરુવારના રોજ આરોપ લગાવતા કહ્યું કે જે રીતે કેટલાક ખેલાડીઓને આઉટ કરવામાં આવ્યા છે. બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ની ફર્સ્ટ ડિવિઝન લીગની મેચ ફિક્સ થઈ ગઈ હોવાનું તેણે જણાવ્યું હતું. તેણે કહ્યું કે આ તમામ બાબત જોઈને હૃદય તૂટી ગયું હતું. તેણે કહ્યું કે ઈરાદાપૂર્વક ખેલાડીઓ આઉટ થઈ રહ્યા હતા. પીટીઆઈએ આપેલી માહિતી અનુસાર આ સમગ્ર મામલે દેબબ્રત દાસે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

 

View this post on Instagram

 

A post shared by Shreevats Goswami (@shreevatsgoswami)

સંન્યાસ લેશે
દક્ષિણ આફ્રિકાના અનુભવી અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ સંન્યાસ લેવા જઈ રહ્યા છે. મેરાઈસ ઈરાસ્મસ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે. આ મેચ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં બેસિન રિઝર્વ ખાતે રમવામાં આવી રહી છે. જોકે મહત્વની વાત એ છે કે તેના નિર્ણયની અસર ICC અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર ભારે અસર પડી શકે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેણે નિવૃત્તિના નિર્ણયની ICCને જાણ કરી હતી.