May 4, 2024

દીપિકા પાદુકોણના ગીતે રચ્યો ઈતિહાસ!

અમદાવાદ: દીપિકા પાદુકોણ અને તેમના ચાહકોને જોરદાર સરપ્રાઈઝ મળી છે. ધ એકેડમીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલએ તેના પેજ પર રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સ્ટારર ‘બાજીરાવ મસ્તાની ફિલ્મના ગીતનો મ્યુઝિક વીડિયો શેર કર્યો છે.

લોકોના દિલમાં બનાવી જગ્યા
બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી દીપિકાએ લોકોના દિલમાં એવી જગ્યા બનાવી છે કે કોઈ પણ ફિલ્મમાં તે આવે તે ફિલ્મને લોકો જોવા જાય છે. 2007માં આવેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ સતત ચર્ચામાં રહે છે. તેમાં પણ તે પ્રેગ્નન્ટ છે જેના કારણે પણ તે ચર્ચામાં હમણાથી આવી રહી છે. ત્યારે આ વચ્ચે એકેડેમી એવોર્ડ્સમાં અભિનેત્રી દીપિકાને સરપ્રાઈઝ આપ્યું છે. જેમાં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સ્ટારર ‘બાજીરાવ મસ્તાની’ના ગીત દીવાની મસ્તાનીનો મ્યુઝિક વીડિયો શેર કર્યો છે. જેમાં આ ફિલ્મને લઈને ઘણી માહિતી પણ શેર કરવામાં આવી છે. ત્યારે દીપિકાના ચાહકો પણ પોતાની પ્રતિક્રિયા આ પોસ્ટમાં આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by The Academy (@theacademy)

આ પણ વાંચો: ગુજરાતનાં એક ગામડાંની સરોગેટ મધરની વાર્તા, મોટા પડદા પર આવશે ‘દુકાન’

દીપિકા પાદુકોણના ગીતે રચ્યો ઈતિહાસ
રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાની સુપરહિટ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને આ વર્ષના 9 વર્ષ પુરા થઈ ગયા છે. જેના કારણે ધ એકેડમીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલએ તેના પેજ પર ફિલ્મના સૌથી લોકપ્રિય ગીત દીવાની મસ્તાનીનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં દીપિકા આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મે ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે 2024માં 9 વર્ષ પુર્ણ કરતાની સાથે એક નવો ઈતિહાસ રચી લીધો છે.

વીડિયો શેર કર્યો
એકેડમીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના ફેમસ ગીત ‘દીવાની મસ્તાની’નો વીડિયો શેર કર્યો હતો. આ પોસ્ટમાં લખ્યું કે,’ આ ગીત શ્રેયા ઘોષાલે ગાયું છે. જ્યારે સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’નું એક હિટ ટ્રેક છે’ જેમાં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સહ-કલાકાર હતા. આ પોસ્ટમાં રણવીર સિંહે પણ કોમેન્ટ કરી હતી. દીપિકા પાદુકોણના તમામ ચાહકો આ પોસ્ટમાં આભારની કોમેન્ટ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણનું વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને ફિલ્મ ‘ફાઈટર’માં રિતિક રોશન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. દીપિકા પાદુકોણ ’77મા બાફ્ટા એવોર્ડ્સ’માં ડેવિડ બેકહામ, દુઆ લિપા અને કેટ બ્લેન્ચેટ સાથે સ્ટેજ શેર કરતી જોવા મળી શકે છે.