આ શિવરાત્રીએ ઘરે બનાવો ‘સોપારીના પાનની ઠંડાઈ’
પાન ઠંડાઈ: 8 માર્ચના શિવરાત્રીનો પવિત્ર તહેવર છે. આ દિવસે ભાંગ પીવાની એક પરંપરા છે, પરંતુ કેટલાક લોકો નશો કરવાનું પસંદ નથી કરતા. આથી તેઓ વરિયાળી વાળી સાદી ભાંગ બનાવતા હોય છે. જેનાથી નશો થતો નથી. જો તમે પણ આ શિવરાત્રીએ કંઈક નવું પીવાની ઈચ્છા રાખો છો તો તમે પાનની ઠંડાઈ બનાવી શકો છો.
સામગ્રી
2 સોપારીના પાન
અડધી કટોરી પિસ્તા
4-5 લીલી એલચી
2 મોટી ચમચી વરિયાળી
2 કપ દૂધ
2 મોટી ચમચી ખાંડ
રીત
– મિક્સર જારમાં સોપારીના પાન, વરિયાળી, એલચી, પિસ્તા, ખાંજ અને અડધો કપ દૂધ નાખીને સારી રીતે ગ્રાઇન્ડ કરો.
– હવે બાકી વધેલુ દૂધ નાખો અને એક વખત ફરીથી બ્લેંડરમાં પીસો
– જો તમે ઈચ્છો તો વરિયાળીની છાલ ઉતારવા માટે તમે ગરણીથી ગાળીને ઉમેરી શકો છો.
– સ્વાદિષ્ટ સોપારીના પાનની ઠંડાઈ તૈયાર છે.
– તેને ગ્લાસમાં નાખીને બરફ નાખી સર્વ કરો.