IPL 2024: વિરાટ કોહલીના નામે બન્યો આ શરમજનક રેકોર્ડ!
IPL 2024: રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચેની ગઈ કાલની મેચમાં રાજસ્થાન રોયલ્સની જીત થઈ હતી. વિરાટ કોહલી બેટથી સદીની ઇનિંગ રમતો જોવા મળ્યો હતો. તેણે તેની IPL કારકિર્દીની 8મી સદી ફટકારી હતી. એમ છતાં તેની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગઈ કાલની હારની સાથે તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો હતો.
શરમજનક રેકોર્ડ બન્યો
આ મેચમાં વિરાટ કોહલીએ 72 બોલમાં 113 રન બનાવ્યા હતા. જેમાં તેણે 12 ફોરની સાથે 4 સિક્સર ફટકારી હતી. આટલું સારૂ પ્રદર્શન કરતાની સાથે તેને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવું ત્રીજી વખત થયું કે તે એટલું સારૂ રમ્યો છતાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં આ ત્રીજી વખત હતું જ્યારે વિરાટે સદી ફટકારી અને RCB મેચ જીતી શક્યું ન હતું. આ પહેલા કોઈ ખેલાડીએ હારેલી મેચમાં 3 સદી ફટકારી ન હતી.
આ પણ વાંચો: રાજસ્થાન રોયલ્સે રચ્યો ઇતિહાસ, IPLમાં આવું કરનારી પ્રથમ ટીમ
રેકોર્ડની બરાબરી
આ સદી દરમિયાન વિરાટે IPLમાં સૌથી ધીમી સદી ફટકારવાના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. તેણે IPL 2009માં ડેક્કન ચાર્જર્સ સામે 67 બોલમાં સદી ફટકારનાર મનીષ પાંડેની બરાબરી કરી હતી. વિરાટ કોહલી – 154.29નો સ્ટ્રાઈક રેટ, રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ, 2024, મનીષ પાંડે – 156.16નો સ્ટ્રાઈક રેટ, ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ, 2009, કેએલ રાહુલ – 135.71નો સ્ટ્રાઈક રેટ, રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ, 2018 આ ખેલાડીઓનો IPLમાં 70+ બોલમાં સૌથી ખરાબ સ્ટ્રાઇક રેટ જોવા મળ્યો હતો.
IPLમાં ઇતિહાસ રચ્યો
આઈપીએલના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત એવું બન્યું કે જયારે કોઈ પણ ટીમ સતત 4 મેચ જીત પ્રાપ્ત કરે. આ પહેલા વર્ષ 2015માં રાજસ્થાન રોયલ્સે સિઝનની પ્રથમ 4 મેચમાંથી 4માં જીત પ્રાપ્ત કરી હતી. જેમાં રાજસ્થાન રોયલ્સ આઈપીએલના ઈતિહાસમાં સિઝનની શરૂઆતમાં બે વખત 4 મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. રાજસ્થાન સિવાઈ આવું કોઈ કરી શક્યું નથી. જેના કારણે આ રેકોર્ડ રાજસ્થાનની ટીમના નામે જાય છે. IPL સિઝનની પ્રથમ 4 મેચ જીતનાર ટીમ 2008 – ચેન્નાઈ સુપર કિંગ્સ, 2009 – ડેક્કન ચાર્જર્સ, 2014 – પંજાબ કિંગ્સ, 2015 – રાજસ્થાન રોયલ્સ, 2021 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2024 – રાજસ્થાન રોયલ્સ છે.