AI લાવ્યું સોફ્ટવેર એન્જિનિયરની નોકરી પર સંકટ!
અમદાવાદ: ટેકનોલોજીમાં સતત નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે. હવે તો એવું લાગી રહ્યું છે કે AI લોકોની નોકરીઓ લઈને જ શાંતિ લેશે. ફરી એક વખત એવું અપડેટ્સ સામે આવ્યું છે જેમાં AI ટૂલ કોડિંગ પણ કરી શકે છે. આ સાથે ઘણી બધી તકનીકી સમસ્યાઓને પણ દૂર કરવાની સક્ષમતા સાથે AI ટૂલ બનાવામાં આવ્યું છે.
કંપનીનો દાવો કર્યો
ChatGPT જનરેટિવ AI ટૂલના આગમનથી ઘણી ટેક કંપનીઓએ આવા ટૂલ્સ રજૂ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે AI ટૂલ્સ એકસાથે અનેક કાર્યો કરી શકે છે. આવું કરવાના કારણે આ AI ટૂલ અનેક કાર્યો કરી શકે છે. આ ટૂલની ખાસ વાત એ છે કે તે સોફ્ટવેર એન્જિનિયરની જેમ કોડીગ કરી શકે છે. આ સાથે કંપનીનો દાવો છે કે ડેવિને AI કંપનીઓના ઘણા પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ ઈન્ટરવ્યુ પાસ કર્યા છે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ માહિતી આપી હતી.
બેન્ચમાર્ક પર સૌથી વધુ સ્કોર
કંપનીએ આપેલી માહિતી અનુસાર Devin AI એ SWE-Bench કોડિંગ બેન્ચમાર્ક પર 13.86 ટકાનો સ્કોર પણ હાંસલ કરી દીધો છે. મહત્વની વાત એ છે કે તાજેતરમાં લોન્ચ કરેલા Claude 2 AI મોડલ કરતાં ઘણો વધારે સ્કોર કર્યો છે. આ તમામ વાત વચ્ચે સોફ્ટવેર એન્જિનિયર ઉપર નોકરીનું સંકટ હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે એક એન્જિનિયર કરી શકે તેવું AI ટૂલ કોડિંગ કરી શકે છે. મહત્વની વાત એ છે કે માનવ કોડિંગ કરે તેનાથી ઓછા સમયમાં AI ટૂલ કરી શકે છે.