December 19, 2024

એપ્રિલ મહિનામાં OTT પર રિલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મ અને વેબ સીરીઝ

અમદાવાદ: એપ્રિલ મહિનો શરૂ થવાનો છે અને હવે આ મહિને પણ અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરિઝો રિલીઝ થવા માટે તૈયાર છે. આ તમામનો આનંદ તમે ઘરે બેઠા બેઠા આરામથી લઈ શકો છો. તો ચાલો એક નજર કરીએ સમગ્ર લિસ્ટ તરફ…

ફર્રે
સલમાન ખાનની ભાણેજ અલિજેહ અગ્નિહોત્રીની ફિલ્મ ફર્રે 5 એપ્રિલના રોજ ઓટીટી પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સૌમંદ્ર પાધીએ કર્યું છે. જેને તમે Zee5 પર જોઈ શકો છો. આ ફિલ્મથી અલિબેહ અગ્નિહોત્રીની બોલિવૂડમાં એન્ટ્રી થઈ રહી છે. મહત્વનું છેકે, આ ફિલ્મ પહેલા મોટા પરદા પર રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો: સુપ્રિયા શ્રીનેટની વાંધાજનક પોસ્ટ પર કંગનાએ લીધો બદલો, જાણો સમગ્ર મામલો

અમર સિંહ ચમકીલા
પરિણીતી ચોપડા અને દિલજીત દોષાંતની ફિલ્મ અમર સિંહ ચમકીલા પણ બહું જલ્દી તમને જોવા મળશે. આ ફિલ્મ 12 એપ્રિલના નેટફ્લિક્સ પર આવી જશે. મહત્વનું છેકે, આ ફિલ્મ સીધી ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાજ અલીએ કર્યું છે. તેમણે સિંગર અમર સિંહ ચમકીલાની જિંદગી પર આધારિત રોલ પ્લે કર્યો છે.

પૈરાસાઈટ દ ગ્રે
કેટલાક સમયથી ભારતમાં કોરિયન ફિલ્મો અને વેબ સીરિઝનો ક્રેસ વધી ગયો છે. એવામાં જો તમને પણ કોરિયન ફિલ્મ અને વેબ સીરિઝ જોવાનું પસંદ હોય તો તમારા માટે પણ એક અપડેટ છે. ‘પૈરાસાઈડ દ ગ્રે’ નામની ફિલ્મ જલ્દી જ ઓટીટીમાં જોવા મળશે. આ ફિલ્મ 5 એપ્રિલે નેટફ્લિક્સ પર જોવા મળશે.

અદ્દશ્યમ
થ્રિલર સીરિઝ અદ્દશ્યમ પણ ઓટીટી પર આવવા જઈ રહી છે. આ સીરિઝમાં 65 એપિસોડ છે. આ સીરિઝ 11 એપ્રિલના રોજ સોની લિવ પર રિલીઝ થશે. મહત્વનું છેકે, આ સીરિઝમાં યે હે મોહબ્બતે ફેમ દિવ્યાંકા ત્રિપાઠી અને અજાજ ખાન લીડ રોલમાં જોવા મળશે. જેનું નિર્દેશન સચિન પાંડેએ કહ્યું છે.